સુરત, તા. 25 મે 2019 ગુરુવાર
ગઈકાલે સરથાણા જકાતનાકા પાસે તક્ષશિલા કોમ્પલેક્ષમાં લાગેલી ભીષણ આગમાં ભૂંજાઈ ગયેલી 20 વિદ્યાર્થીઓ પોતાના જીવનની પરીક્ષામા ફેલ થયા છે પરંતુ આજે મૃતક વિદ્યાર્થીઓ પૈકી ધોરણ 12માં ભણતા પાંચ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા છે.
જોકે આ કમભાગી વિદ્યાર્થીઓ આજે જાહેર થયેલા પોતાની પરીક્ષાના પરિણામ જોવા હૈયાત રહ્યા નથી. જે પૈકી વરાછાની આશાદીપ વિદ્યાલમાં અભ્યાસ કરતી મૃતક હસતી હિતેશ સુરાણીને 60 ટકા, યસવી હિતેશ કોઠીયાને 59% તથા નેન્સી વરસાણી ને 53% એ પાસ જાહેર થઇ છે પરંતુ જિંદગીની પરીક્ષા હારી ગયેલી ત્રણેય કમભાગી વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ જોઈ શકી નથી જ્યારે મૌની ઇન્ટરનેશનલ સ્કૂલમાં 12 કોમર્સમાં ભણતા રુદ્ર ઈશ્વર ડોંડા 96 ટકાએ ઉત્તીર્ણ થયો છે
સ્કૂલની મૃતક વિદ્યાર્થીની કૃતિ નિલેશ દયાળા બી ગ્રેડમાં પાસ થઈ છે. તદુપરાંત સુરતની એક દુર્ઘટનામાં ભોગ બનનાર આશાદીપ વિદ્યાલયનો 12 સાયન્સનો વિદ્યાર્થી સંઘાણી મીત મુનિ ઇન્ટરનેશનલ સ્કૂલમાં 12 સાયન્સ અભ્યાસ કરતા અનસ મનસુખ ઠુંમર પણ બોર્ડની પરીક્ષા પાસ કરી છે પરંતુ તેનું પરિણામ જોઈ આનંદની ઉજવણી કરી શક્યા નથી. જેથી જિંદગી સામે હારી ગયેલા મૃતક વિદ્યાર્થીઓના પરિવારના સભ્યો માટે આજે જાહેર થયેલા ધોરણ 12ના પરિણામો તેમના પર આવી ગયેલી કુદરતની કારમી કસોટીને વધુ અઘરી બનાવી ગયા છે.
from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WmNZKh
No comments:
Post a Comment