સુરત: દ્રષ્ટિ રહી નહીં... ધોરણ 12 કોમર્સનું પરિણામ આવ્યુ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 26 May 2019

સુરત: દ્રષ્ટિ રહી નહીં... ધોરણ 12 કોમર્સનું પરિણામ આવ્યુ

(પ્રતિનિધિ દ્વારા) સુરત, તા. 25 મે 2019 શનિવાર

સરથાણા જકાતનાકામાં આવેલ નીલકંઠ હાઈટ્સમાં રહેતી 18 વર્ષીય દ્રષ્ટિ વિનુભાઈ ખુંટ સરથાણાના તક્ષશિલા આર્કેડમાં ફેશન ડિઝાઈનીંગનો કોર્ષ કરવા માટે ગઈકાલે બપોરે ઘરેથી નીકળી હતી. બાદમાં ગત સાંજે તે જ્યાં કોર્સ કરવા ગઈ હતી ત્યાં અગ્નિકાંડ થયો હોવાની જાણ તેમના પરિવારને થઈ હતી. જેથી તેમના પરિવારજનો તરત જ ઘટનાસ્થળે જઈને શોધખોળ કરી હતી.

ક્યાંકથી એવું જાણવા મળ્યું કે તેમને હોસ્પિટલમાં સારવાર છે લઈ ગયા છે. જેથી ત્રણ ચાર હોસ્પિટલમાં ગયા હતા પણ દ્રષ્ટિ દેખાઈ ન હતી. આખરે સબંધીઓ સ્મીમેર હોસ્પિટલમાં આવ્યા હતા ત્યારે ખબર પડી હતી કે આગમાં ગંભીર રીતે દાઝવાને કારણે તેનું સ્થળ ઉપર મોત થઇ ગયુ હતું. તેથી તેના મૃતદેહને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો.

આ ઘટનામાં પરિવારજનો માટે સૌથી મોટી શોકની ઘડી ત્યારે આવી જયારે આજે દ્રષ્ટિનું ધો-12 કોમર્સનું પરિણામ આવ્યું. તેના 53 ટકા આવ્યા છે. જોકે હવે દ્રષ્ટિ નહિ રહી પણ તેનું પરિણામ જરૂર આવ્યું છે. 

વધુમાં જાણવા મળ્યું હતું કે દ્રષ્ટિ મૂળ જૂનાગઢના વિસાવદર તાલુકામાં આવેલા પીપડીયા ગામની વતની હતી. તેનો એક ભાઈ છે અને પિતા ફેબ્રિકેશનનું કામ કરે છે. પુત્રીના મૃત્યુ બાદ તેનું પરીક્ષાનું પરિણામ જોઈ માતા પિતા સહિત પરિવારજનો સૌ કોઈ શોકમાં ગરકાવ થઇ ગયા છે.



from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JY5Xw6

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages