ચાણસ્મા, તા. 5 મે 2019, રવિવાર
બેચરાજી ગામમાં કેટલાક વિસ્તારોમાં પાણી સમયસર મળતું ન હોવાની અને કેટલાક વિસ્તારોમાં પાણીનો પુરવઠ ઓછો મળતો હોવાની ગ્રામજનો ફરિયાદ કરી રહ્યા છે તેવા સમયે બેચરાજી ગ્રામ પંચાયતની બેદરકારીના કારણે પાણી વેડફાઈ રહ્યું હોવાનું સામે આવવા પામ્યું છે. બેચરાજી ગામમાં પાણીની કોઈ કિંમત ના હોય તેમ હજારો લિટર પાણીનો વ્યર્થ વ્યય થઈ રહ્યો હોવાની ફરિયાદ ઉઠવા પામી છે.
એંદલા રોડ પર આવેલી પંચવટી સોસાયટીના પ્રવેશદ્વાર પાસે વોટર વર્કસ આવેલું છે. ઓવરહેડ ટાંકી અને સંપ બનાવવામાં આવેલ છે. સંપમાં નર્મદાનું પાણી આવે છે, જે પાણીને ઉંચી ટાકીમાં ચડાવી અંદાજીત ૧૦ જેટલી સોસાયટીઓમાં આ પાણી પહોંચાડવામાં આવે છે. નર્મદાનું પાણી સંપમાં આવે તે સમયે સંપનું પાણી ઉંચી ટાંકીમાં ચડાવી સોસાયટીઓને આપવામાં આવતું હોય સંપ ઓવરફલો થવાનો પ્રસંગ ઉદ્ભવતો નથી પરંતુ નર્મદાનું પાણી જે સમયે સંપમાં આવે તે સમયે ગ્રામ પંચાયતના કર્મચારીની ગેરહાજરીને કારણે સંપ ઓવરફ્લો થઈ જતાં પાણી રસ્તા પર વેડફાય છે. બેચરાજી તાલુકાના અનેક ગામોમાં પીવાના પાણીની સમસ્યા ઉભી થઈ છે. લોકો પાણી માટે ગરમીમાં રઝળી રહ્યા છે. ગરમીમાં એકાદ બે કિલોમીટરનું અંતર કાપી લોકો પાણી મેળવી રહ્યા છે.
વહીવટી તંત્ર પાણીની સમસ્યાને લઈને ચિંતિત બન્યું છે. આવા કપરા સમયે બેચરાજી ગામમાં પાણીની કોઈ કિંમત ના હોય તેમ વેડફાઈ રહ્યું છે. બેચરાજીના કેટલાક વિસ્તારો છે, જ્યાં પીવાનું પાણી સમયસર પહોંચતું નથી અને જરૃરિયાતના પ્રમાણમાં પાણીનો પુરવઠો ઓછો મળે છે. પ્રજાની આ વર્ષો જુની ફરિયાદ છે. એક તરફ બેચરાજીની પ્રજા પાણી પુરુતું મળતું ના હોવાની બુમો પાડે છે અને બીજી તરપ બેચરાજીમાં પાણીનો વ્યય થઈ રહ્યો છે. બેચરાજી ગ્રામ પંચાયતના વહીવટકર્તાો દર વર્ષે પાણી બચાવોની રેલીનું આયોજન કરી પાણી બચાવવા માટેનું પ્રદર્શન કરે છે. નેતાઓ અને આગેવાનોની ઉપસ્થિતિમાં લાંબા લાંબા ભાષણોની પ્રજાને સમજાવવાના પ્રયત્નો કરે છે અને બીજી તરફ તેમના હસ્તક આવેલા વોટર વર્કસમાં હજારો લિટર પાણીનો વ્યય થઈ રહ્યો છે. બેચરાજીમાં હજારોની સંખ્યામાં બિનકાયદેસર પાણીના કનેક્શનો રોકટોક વિના ચાલી રહ્યા છે. ગેરકાયદેસર દબાણોમાં અને કોમર્શિયલ બાંધકામમાં પાણીના કનેક્શનો ધમધમી રહ્યા છે. આ કનેક્શનો બંધ કરવામાં આવે તો બેચરાજી ગ્રામજનોની પાણીની કાયમી સમસ્યા હલ થઈ શકે તેમ છે.
from North gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Y8osSk
No comments:
Post a Comment