અમદાવાદ, તા. 3 મે 2019, શુક્રવાર
શહેરમાં રહેતા એક યુવાનને બેંગકોકમાં માર્ગ અકસ્માત થયો છે, હાલમાં તેની સારવાર બેંગકોકની હોસ્પિટલમાં ચાલી રહી છે. અકસ્માતગ્રસ્ત યુવક પાછળ અત્યાર સુધીમાં 50 લાખ રૂપિયાથી વધારેનો ખર્ચ થઈ ચૂક્યો છે.
આમ છતાં આ યુવાનની હાલત સારી થઈ શકતી નથી આથી તેમના પરિવારજનો હવે તેમને અમદાવાદ પરત લાવવા માગે છે. પરંતુ તેના માટેની કોઈ સુવિધા નથી આથી અકસ્માતમાં ગંભીર ઇજા પામનાર પરિવારજનોએ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ અને પત્ર લખી સહાયની માગણી કરી છે.
સાયન્સ સીટી રોડ પર આવેલી દત રેસિડેન્સીમાં રહેતા રજનીકાંત પટેલ તા 21 મી એપ્રિલે સાંજે ઇન્ડિયાથી બેંગકોક રવાના થયા હતા. 22મીએ સાંજે તેઓ કંપનીની ગાડીમાં તેમના ચાર મિત્રો સાથે પટાયા જઈ રહ્યા હતા.
પરંતુ પટાયાથી 20 કિલોમીટર પહેલાં જ તેમની ગાડી 18 વ્હીલર ટ્રેલર સાથે ધડાકાભેર થઈ હતી આથી ગાડીમાં બેઠેલા તમામ યુવાનોને ગંભીર ઈજા પહોંચી છે.
અકસ્માતમાં રજનીકાંતને ખૂબ જ ગંભીર હાલતમાં બેંગકોક હોસ્પિટલ પતાયામાં લઈ જવાયા હતા જ્યાં ડોક્ટરોએ જણાવ્યું કે રજનીકાંતના હૃદયની મુખ્ય ધમની ફાટી ગઈ છે. શરીરના અન્ય ભાગોમાં પણ અનેક ઇજાઓ છે.
ડોક્ટરે તાત્કાલિક રજનીકાંતનું ઓપરેશન પણ આદર્યું હતું પરંતુ રજનીકાંતના શરીરમાંથી વધારે પડતા પ્રમાણમાં લોહી વહી ગયું છે આથી તે હજુ પણ બનાવી શકતો નથી. શરીરના અન્ય કેટલાક ભાગોમાં હાડકા તૂટી ગયા છે તેની સારવાર પણ ખૂબ જ ખર્ચાળ સાબિત થઇ રહી છે.
મધ્યમ વર્ગના પરિવાર હવે ખૂબ જ દુઃખી છે અને રજનીકાંતને અમદાવાદ પરત લાવવા માટેના પ્રયત્નો કરી રહ્યો છે જેમાં તેમને સફળતા મળી નથી. રજનીકાંત પટેલ હજુ પણ બેંગકોકની હોસ્પિટલમાં ગંભીર હાલતમાં અને બેભાન અવસ્થામાં છે.
ડોક્ટરો કહે છે કે હજુ તેમને થોડો સમય લાગશે બીજી બાજુ અમદાવાદમાં રહેતા તેના પરિવારજનોની ધીરજ ખૂટી ગઈ છે. રજનીકાંતનો ભાઈ સુધીર પટેલ બેંગકોક પહોંચી ગયો છે. જોકે એ અગાઉ તેઓએ સુષ્મા સ્વરાજને એ પત્ર લખ્યો છે, જેમાં રજનીકાંતનો ફોટો, તેનો પાસપોર્ટ નંબર સહિતની તમામ વિગતો આપી દેવાય છે. વિદેશ મંત્રી સમક્ષ માંગણી કરી છે કે તેમના ભાઈ રજનીકાંતને બેંગકોકથી અમદાવાદ પરત લાવવા માટે ભારત સરકારે તેમને મદદ કરે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Y2OoyG
No comments:
Post a Comment