ઉદ્યોગ સાહસિકો તૈયાર કરવા માટેના VLSIC પ્રોગ્રામ માટે રૃ.૧.૩૪ કરોડની ગ્રાન્ટ લીધા બાદ પણ MSUએ પ્રોગ્રામ શરૃ ના કર્યો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 2 April 2019

ઉદ્યોગ સાહસિકો તૈયાર કરવા માટેના VLSIC પ્રોગ્રામ માટે રૃ.૧.૩૪ કરોડની ગ્રાન્ટ લીધા બાદ પણ MSUએ પ્રોગ્રામ શરૃ ના કર્યો

એમ.એસ.યુનિવર્સિટી સાયન્સ ફેકલ્ટી
વડોદરા,તા.01 એપ્રિલ 2019, સોમવાર

રાજ્ય સરકાર દ્વારા એમ.એસ.યુનિવર્સિટીને એક નોટિસ ફટકારીને વર્ષ ૨૦૧૩-૧૪માં ફાળવવામાં આવેલી રૃ.૧.૩૪ કરોડની ગ્રાન્ટ સંદર્ભે ખુલાસો કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે જેના પગલે એમ.એસ.યુનિવર્સિટી તંત્રમાં દોડધામ મચી ગઇ છે. મામલો પાંચ વર્ષ જુનો છે અને ગ્રાન્ટ સાયન્સ ફેકલ્ટીને 'વેરી લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેટેડ સર્કિટ' (વીએલએસઆઇસી) પ્રોગ્રામ શરૃ કરવા માટે ફાળવવામાં આવી હતી. ગ્રાન્ટની ફાળવણી પૂર્વ ડિન પ્રો.એ.સી.શર્માના સમયગાળામાં થઇ હતી. પ્રો.શર્મા ડિસેમ્બરમાં જ નિવૃત્ત થયા છે અને હાલમાં તેઓ યુનિવર્સિટીમાં સુપર એન્યુએશન પિરિયડ પર ફરજ પર છે એટલે હવે રેલો પ્રો.શર્માના પગ નીચે આવ્યો છે.

આ અંગે મળતી વિગતો અનુસાર એમ.એસ.યુનિવર્સિટી દ્વારા વર્ષ ૨૦૧૨માં 'વેરી લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેટેડ સર્કિટ' (વીએલએસઆઇસી) પ્રોગ્રામ શરૃ કરવા માટે રાજ્ય સરકાર પાસે ગ્રાન્ટની માગ કરાઇ હતી. વર્ષ ૨૦૧૪માં રાજ્ય સરકારના સેન્ટર ફોર આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ દ્વારા રૃ. એક કરોડની અને મહારાષ્ટ્ર સરકારની સંસ્થા દ્વારા રૃ.૩૪ લાખ મળીને કુલ રૃ.૧.૩૪ કરોડની ગ્રાન્ટ વી.એલ.આઇ.સી. પ્રોગ્રામ માટે એમ.એસ.યુનિવર્સિટીના સાયન્સ ડિપાર્ટમેન્ટને આપવામાં આવી હતી. 

જે બાદ સાયન્સ ફેકલ્ટી દ્વારા આ પ્રોગ્રામ માટે જરૃરી સાધનોની ખરીદી પણ કરી લીધી અને સાધનોને એક રૃમમાં ગોઠવીને તાળુ મારી દેવાયુ હતું. આ તાળુ આજ સુધી ખુલ્યુ નથી. રાજ્ય સરકારની આંખ પણ હવે પાંચ વર્ષે ખુલી છે અને એમ.એસ.યુનિવર્સિટીને આપેલી રૃ.૧.૩૪ કરોડની ગ્રાન્ટ બાબતે અચાનક યાદ આવતા હવે યુનિવર્સિટીને નોટિસ ફટકારીને ખુલાસો પુછવામાં આવ્યો છે.  વી.એલ.આઇ.સી. પ્રોગ્રામ અને તે અંગે ફાળવાયેલી ગ્રાન્ટનો વિષય યુનિવર્સિટી સત્તાધીશો પણ ભૂલી ગયા હતા. રાજ્ય સરકારની નોટિસ બાદ સત્તાધીશોને પરસેવો પડી ગયો હતો અંતે ખબર પડી કે આ ગ્રાન્ટ સાયન્સ ફેકલ્ટીમાં આપવામાં આવી હતી એટલે યુનિવર્સિટીએ હવે તપાસ સમિતિની રચના કરી છે અને તત્કાલીન ડીન પ્રો.એ.સી. શર્માને આ મામલે ખુલાસો  કરવા માટે કહેવામાં આવ્યુ છે.



from Baroda News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2CNmMFG

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages