વડોદરા,તા.1 એપ્રિલ 2019,સોમવાર
શહેરના કારેલીબાગ વિસ્તારમાં રહેતી બિમાર મહિલાએ પોતે પોતાની પુત્રીનું લગ્ન થાય ત્યાં સુધી જીવી નહી શકે તેમ લાગતા તેણે સગીર વયની પુત્રીનું જ્ઞાતીના પસંદ કરેલા યુવક સાથે લગ્ન નક્કી કરી મરતા અગાઉ ભાવિ જમાઈના માથામાં પર હાથ મુક્યો હતો. જોકે મહિલાનું મોત થતાં તેની પુત્રી માતાની અંતિમ ઈચ્છા પુરી કરવાના બદલે પ્રેમી સાથે ફરાર થતા આ બનાવની હરણી પોલીસ મથકમાં ફરિયાદ કરાઈ હતી.
મુળ પંચમહાલનો રહીશ યુવક હાલમાં તેની ૧૪ વર્ષની પુત્રી રેખા (નામ બદલ્યુ છે)અને ૭ વર્ષના પુત્ર સાથે કારેલીબાગ વિસ્તારમાં રાત્રિબજાર પાસે અન્ય સંબંધીઓ સાથે રહે છે. યુવકની પત્ની નીતાબેન (નામ બદલ્યુ છે) બિમાર પડતા તે લાંબો સમય પથારીવશ રહ્યા હતા. પોતાની પુત્રીના લગ્નના સપના જોતા નીતાબેનને તે પુત્રીના લગ્ન સુધી જીવતા નહી રહે તેવી ખાત્રી થતા તેમણે પતિને પોતાના જીવતે જીવ જમાઈ નક્કી કરવાની અંતિમઈચ્છા વ્યકત કરી હતી. નીતાબેનની અંતિમઈચ્છા મુજબ રેખાની તેઓની જ જ્ઞાતીના યુવક સાથે સગાઈ કરાઈ હતી જેમાં પથારીવશ નીતાબેને ભાવિજમાઈના માથા પર હાથ મુક્યો હતો.
એક વર્ષ અગાઉ માતાનું અવસાન થયા બાદ સ્વચ્છંદી બનેલી રેખાએ પોતાની સગાઈ થઈ હોવા છતા શહેરા તાલુકાના ખોજલવસા ગામમાં રહેતા મુકેશ નામના યુવક સાથે પ્રેમસંબંધ બાંધ્યા હતા. ચાર મહિના પહેલા તે ઘરે કોઈને જાણ કર્યા વિના અજ્ઞાત સ્થળે જતી રહેલી અને પાંચ દિવસ બાદ તે જાતે પરત ફરી હતી. રેખાના વર્તનમાં સુધારો થાય તે માટે તેને વતનમાં દાદાના ઘરે મોકલાઈ હતી પરંતું ત્યાં પણ તે મોબાઈલ પર મુકેશ સાથે સતત સંપર્કમાં રહેતી હોવાની જાણ થતાં રેખાને તેના પિતા અત્રે પરત લાવ્યા હતા. માતાની અંતિમઈચ્છા મુજબ સગાઈ થયેલી હોવા છતાં રેખા ગત ૯મી તારીખના સાંજે ઘરે કોઈને જાણ કર્યા વિના બહાર ગયા બાદ ભેદી સંજોગોમાં ગુમ થઈ હતી. તેની પરિવારજનોએ શોધખોળ કરી હતી પરંતું તેનો કોઈ પત્તો લાગ્યો નહોંતો. સમાજમાં બદનામીના ડરે પરિવારજનોએ ચુપકીદી સેવી હતી. જોકે ૨૨ દિવસ બાદ પણ રેખાનો કોઈ પત્તો નહી લાગતા આખરે રેખાના પિતાએ હરણી પોલીસ મથકમા પુત્રીના અપહરણનીં ફરિયાદ નોંધાવી હતી અને રેખાને તેનો પ્રેમી મુકેશ ભગાડી ગયો હોવાની શંકા વ્યક્ત કરી હતી.
from Baroda News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2V8uTn7
No comments:
Post a Comment