વડોદરા, તા.01 એપ્રિલ 2019, સોમવાર
વડોદરાના નવાયાર્ડ વિસ્તારમાં આવેલા પશ્ચિમ રેલવેના ઇલેક્ટ્રિક લોકો શેડમાં દાખલ થયા બાદ કોઇ કલાત્મક સ્કલ્પચર પાર્કમાં આવ્યા હોય તેવો અનુભવ અહી કામ કરતા સેંકડો કર્મચારીઓને થઇ રહ્યો છે. તેનો શ્રેય જાય છે રેલવેના સિનિયર ટેકનિશિયન અશોક પંચાલને. અશોક પંચાલ આ વર્ષે નવેમ્બરમાં નિવૃત્ત થઇ રહ્યા છે. તેમની ઇચ્છા હતી કે નિવૃત થતા પહેલા રેલવેને એવી ભેંટ આપવી કે દાયકાઓ સુધી યાદ રહે અને તેઓએ બે મહિનામાં રેલવેના ભંગારમાંથી ૯ સ્કલ્પચરો તૈયાર કરીને રેલવેને સમર્પિત કરી દીધા.
તાજેતરમાં લોકો શેડનો ૪૭મો ફાઉન્ડેશન ડે ઉજવાયો હતો જેમાં રેલવે દ્વારા ઇનોવેશન એવોર્ડ આપીને અશોક પંચાલનું સન્માન પણ કરવામાં આવ્યુ હતું. અશોક પંચાલે આ અંગે વાત કરતા કહ્યું હતું કે 'મારી નોકરીને ૩૬ વર્ષ પુરા થયા છે અને નવેમ્બરમાં નિવૃત થઇ જઇશ. રેલવેએ મને ઘણુ આપ્યુ છે. મારે રેલવેને પરત આપવાની ઇચ્છા હતી. મને નાનપણથી ચિત્રકળા, શિલ્પકળામાં રસ હતો પરંતુ મારી ઇચ્છાઓ પુરી થઇ ન હતી. દરમિયાન લોકો શેડમાં ભંગારના ઢગલાઓમાં પડેલા બેરિંગ, નટ-બોલ્ટ, અલગ અલગ પ્રકારના ચક્ર જેવી વસ્તુઓ જોઇને મને તે વસ્તુઓ જોડીને આકાર બનાવવાની ઇચ્છાઓ થયા કરતી હતી મારા મનમાં આકારો પણ બનવા લાગતા હતા'
તેમણે ઉમેર્યુ હતું કે 'બે મહિના પહેલા મે અધિકારીઓ પાસે ભંગારનો ઉપયોગ કરીને લોખંડના શિલ્પ (સ્કલ્પચર) બનાવવાની ઇચ્છા જાહેર કરી. મને મંજૂરી મળી ગઇ અને બે મહિનામાં ૯ સ્કલ્પચરો બનાવી નાખ્યા. ૧૦માં સ્કલ્પચરનું કામ ચાલી રહ્યું છે.આ બધા જ સ્કલ્પચર મે મારી નોકરીના સમય પછી બનાવ્યા છે. સાંજે ૫ વાગ્યે નોકરી પુરી થયા બાદ રોજ બે ત્રણ કલાક રોકાઇને કામ કરતો. આ કામગીરીમાં મને રેલવેના વેલ્ડરો પણ મદદ કરતા હતા.
સ્કલ્પચર સાઇઝ મટિરિયલ
૧) ગણેશજી ૬ ફૂટ એન્જિનના કમ્પ્રેશના સ્પેરપાર્ટમાંથી બનાવ્યા
૨) બે બગલા ૫ ફૂટ પતરૃ અને સળીયામાંથી તૈયાર કર્યા
૩) બે કાગળા ૫ ફૂટ પતરૃ, સળીયા, બેરિંગ
૪) બે ડોગ ૨ ફૂટ હેવી સ્પ્રિંગ અને સળીયા
૫) એક વિંછી ૩ ફૂટ બેરિંગ, રોલર બેરિંગ, સળીયા
૬) એક કાચબો બે ફૂટ બેરિંગ અને અન્ય સ્પેર પાર્ટ
from Baroda News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2VdOLVZ
No comments:
Post a Comment