Video: લોકસભાની ચૂંટણી પ્રચાર માટે સુરત આવેલા પરેશ ધાનાણીને ઇજા થતાં રહી ગઈ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 11 April 2019

Video: લોકસભાની ચૂંટણી પ્રચાર માટે સુરત આવેલા પરેશ ધાનાણીને ઇજા થતાં રહી ગઈ

સુરત, તા. 10 એપ્રિલ 2019, બુધવાર

લોકસભાની ચૂંટણી પ્રચાર માટે સુરત આવેલા પરેશ ધાનાણીની સહિત ત્રણ નેતાઓને ઇજા થતાં રહી ગઈ હતી. કાર્યક્રમ દરમ્યાન લોકોને હાથ જોડી અભિવાદન ઝીલતા પરેશ ધાનાણીનો સોફો બેસી જતા ત્રણે નેતાઓને નીચે પડતા-પડતા બચી ગયા હતા. જ્યાં કાર્યક્રમમાં થોડીવાર માટે એકદમ સોપો પડી ગયો હતો.

ચાલું કાર્યક્રમ દરમ્યાન સોફો બેસી જવાની ઘટના બાદ કાર્યકરો અને નેતાઓ તાત્કાલિક ડાયસ પર દોડી આવ્યા હતા અને ત્રણેય નેતાઓ સહી-સલામત રીતે ઉભા કરી અન્ય સોફા પર બેસાડ્યા હતા. જ્યારે તૂટી ગયેલા સોફાને ડાયસ પરથી તાત્કાલિક ધોરણે ખસેડી લેવામાં આવ્યો હતો.


મળતી માહિતી અનુસાર સુરતના પુનાગામ સ્થિત યોગીચોક ખાતે લોકસભા ચૂંટણી પ્રચાર અને વિજય વિશ્વાસ સંમેલન કાર્યક્રમમાં કોંગ્રેસ પ્રદેશના વિપક્ષી નેતા પરેશ ધાનાણી સુરત ખાતે આવ્યા હતા. પુનાગામ મુકામે આયોજિત વિજય વિશ્વાસ સંમેલન કાર્યક્રમમાં હાજર પરેશ ધનની સહિત ત્રણ નેતાઓએ પોતાની સ્થાન ડાયસ પર હાજર સોફા પર ગ્રહણ કર્યું હતું. જ્યાં બાદમાં સોફા પરથી બેઠા બેઠા પરેશ ધાણાની સહિતના નેતાઓએ બે હાથ જોડી લોકોનું અભિવાદન ઝીલતા અચાનક જ સોફો નીચે બેસી ગયો હતો. જેના કારણે ત્રણેય નેતાઓ સોફાની અંદર પેસી ગયા હતા.

ઘટના બાદ થોડીવાર માટે કાર્યક્રમમાં હાજર લોકોમાં પણ સોંપો પડી ગયો હતો. જ્યાં તાત્કાલિક કોંગી કાર્યકરો અને નેતાઓ ડાયસ પર દોડી આવ્યા હતા અને પરેશ ધાનાણી સહિત ત્રણેય નેતાઓને ઉભા કરી અન્ય સોફા પર તેમની બેઠક વ્યવસ્થા કરી હતી. 

જ્યારે તૂટી ગયેલા સોફાને તાત્કાલિક ડાયસ પરથી દૂર કરી દેવામાં આવ્યો હતો. સોફા પર વજન વધી જવાના કારણે આ ઘટના બની હોવાનું પણ જાણવા મળે છે. પરંતુ ચાલુ કાર્યક્રમમાં બનેલી આ ઘટનાએ સૌ કોઈને સ્તબંધ કરી દીધા હતા.



from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2v0XcbG

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages