કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોને તોડવાનો પ્રયાસ ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યા છે: હાર્દિક પટેલ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 11 April 2019

કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોને તોડવાનો પ્રયાસ ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યા છે: હાર્દિક પટેલ


સુરત, તા. 10 ફેબ્રુઆરી 2019, બુધવાર

સુરત રાજદ્રોહ કેસમાં પાસ નેતા હાર્દિક પટેલ આજે સુરત કોર્ટમાં હાજર રહ્યો હતો. સુરતના અમરોલી રાજદ્રોહ કેસ મામલે કોર્ટમાં તારીખ હોવાથી પાસ નેતા હાર્દિક પટેલે આજ રોજ કોર્ટ સમક્ષ હાજરી પુરાવી હતી. 

જે દરમ્યાન મીડિયા સાથેની વાતચીતમાં હાર્દિકે ભાજપ સામે ગંભીર આરોપ લગાવ્યા હતા. હાર્દિકે જણાવ્યું કે, કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોને તોડવાનો પ્રયાસ ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યો છે.

ઠાકોર સેના દ્વારા અલ્પેશના વિરોધ અને કોંગ્રેસથી છુટા થવાની અટકળો અંગે પણ હાર્દિકે જણાવ્યું કે, જ્યાં સુધી હું માનું છુ ત્યાં સુધી અલ્પેશ ઠાકોર કોંગ્રેસ છોડવાનો નથી. જે અંગે ગતરોજ પાર્ટીના હોદ્દેદારોએ અલ્પેશ જોડે વાત પણ કરી હતી.

આજે સાંજે હું અલ્પેશને મળવાનો પ્રયાસ કરીશ અને શાંતિપૂર્વક રીતે ચર્ચા કરીશ. કોંગ્રેસમાં જોડાયા બાદ હાર્દિકે જણાવ્યું કે, કોગ્રેસ હંમેશા તમામ નેતાઓને વર્ચસ્વ આપતું આવ્યું છે અને પદ પણ આપે છે. અલ્પેશ એક કદાવર નેતા છે. સૌને પોતાનો સમાજ પ્રથમ હોય છે અને સમાજ કહે તેમ ચાલવું પણ પડે.



from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2P0dYAY

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages