અમે પાક.નું F-16 વિમાન જ તોડી પાડયું હતું: એરફોર્સે તસવીર જાહેર કરી - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 10 April 2019

અમે પાક.નું F-16 વિમાન જ તોડી પાડયું હતું: એરફોર્સે તસવીર જાહેર કરી


રડારમાં એક સમયે ત્રણ F-16 વિમાનો હતા, વાયુસેનાએ એક તોડી પાડયું પછી બે જ દેખાતા હતા : એરફોર્સે રડાર ઈમેજનો પુરાવો આપ્યો

નવી દિલ્હી, તા.8 એપ્રિલ, 2019, સોમવાર

અમેરિકન મેગેઝિને દાવો કર્યો હતો કે પાકિસ્તાનનું એક પણ F-16 વિમાન ગુમ નથી તે પછી પાકિસ્તાને પણ એવો દાવો કર્યો હતો કે તેનું એક પણ F-16 વિમાન ભારતીય વાયુસેનાએ તોડયુ નથી. એ પછી ભારતીય વાયુસેનાએ રડાર ઈમેજ રજૂ કરીને પાકિસ્તાનના જૂઠાણાંનો પર્દાફાશ કર્યો છે.

ભારતીય વાયુસેનાના એર વાઈસ માર્શલ આરજીકે કપૂરે પાકિસ્તાનનું F-16 વિમાન તોડી પાડયું હોવાની સાબિતી આપતી રડાર ઈમેજ જાહેર કરતા કહ્યું હતું કે પાકિસ્તાનના લડાકુ વિમાનો ભારતની સરહદમાં ઘૂસી આવ્યા તે પછી ભારતીય વાયુસેનાએ મિગ-૨૧, સુખોઈ અને મિરાજની મદદથી જવાબી કાર્યવાહી કરી હતી.

પાકિસ્તાનના વિમાનોએ પીછેહઠ કરી એ જ વખતે મિગ-૨૧ની મદદથી વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદને પાકિસ્તાનનું F-16 વિમાન તોડી પાડયું હતું. ભારતીય વાયુસેનાએ પુરાવા રૃપે એ દિવસની રડાર ઈમેજ રજૂ કરી હતી, જેમાં પાકિસ્તાનની સરહદ ઉપર બે એફ-૧૬ અને એક જેએફ-૧૭ દેખાતા હતા, એમાંથી ભારતે જવાબી કાર્યવાહી કરી તે પછી એક F-16 વિમાન રડારમાંથી ગુમ થયું હતું.

બીજી તરફ રડારમાંથી ભારતનું મિગ-૨૧ પણ ગાયબ થયું હતું, કારણ કે એફ-૧૬ને ખદેડવામાં મિગ-૨૧ને પણ અસર થઈ હતી અને વિંગ કમાન્ડર એમાંથી કૂદી ગયા હોવાથી તેમનો બચાવ થયો હતો.

ભારતે બંને બાબતો સ્પષ્ટ રીતે જણાવીને પાકિસ્તાનના જૂઠાણાંનો પર્દાફાશ કર્યો હતો. અગાઉ અમેરિકન મેગેઝિન ફોરેન પોલિસીએ અમેરિકાના સંરક્ષણ વિભાગના અધિકારીઓને ટાંકીને એવો અહેવાલ રજૂ કર્યો હતો કે અમેરિકાએ પાકિસ્તાનના એફ-૧૬ વિમાનોની ગણતરી કરી હતી અને એમાં એક પણ વિમાન ગુમ થયું ન હોવાનું જણાયું હતું.

એ પછી અમેરિકન સંરક્ષણ વિભાગે એવી સ્પષ્ટતા કરી હતી કે અમેરિકાએ પાકિસ્તાનના એફ-૧૬ વિમાનોની ગણતરી કરી નથી. જોકે, અમેરિકન મેગેઝિનના દાવાને પાકિસ્તાને જૂઠાણું ચાલુ રાખ્યું હતું કે ભારતે તેનું એફ-૧૬ વિમાન તોડી પાડયું નથી. તેના જવાબમાં ભારતીય વાયુસેનાએ મજબૂત પુરાવા રજૂ કર્યા છે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2uUkjVG

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages