સુરત, તા. 10 એપ્રિલ 2019 બુધવાર
સોનગઢ ખાતેના વિજય ટંકાર રેલીને સંબોધતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું, મહાત્મા ગાંધી અને સરદાર પટેલની આ ધરતી લાંબા કાળથી દેશ અને દુનિયાને આગવી દિશામાં લઈ જવામા સફળ થઈ છે. સરદાર સાહેબે આ દેશ માટે જે વિચાર્યુ હતું તે રસ્તો આઝાદી પછી બરોબર પકડી રાખ્યો હોત તો આજે હિન્દુસ્તાન ક્યાંથી ક્યાં પહોંચી શક્યું હોત પણ કમનસીબે સરદાર સાહેબ જે રસ્તા શોધતાં હતા તેને કોગ્રેસે છોડી દીધા હતા.
આજે છાશવારે કાશ્મીરમાંથી જે વાત સાંભળવા મળે તેથી બધાનું લોહી ઉકળી ઉઠે છે. કાશ્મીરના લોકો કહે છે આ દેશમા બે પ્રધાનમંત્રી જોઈએ. એક હિન્દુસ્તાન અને એક જમ્મુ કાશ્મીરમાં આ તમારો અવાજ સરદાર પટેલનો અવાજ છે. કાશ્મીરનો મુદ્દો સરદાર પટેલને બદલે નહેરુએ પોતે રાખ્યો. તેથી આજે જવાનોનું બલિદાન નિત્ય ક્રમ બની ગયુ છે. પડોશમાં એકસ્પોર્ટ થતો આતંકવાદ આળી રહ્યો છે. કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરો બહાર પાડયો તે સરદાર પટેલના વિચારોથી તદ્દન વિપરીત છે.
સરદાર સાહેબ હોય તો કોંગ્રેસના ઢકોસલા પત્રને એક મિનિટ પણ સ્વીકાર ન કરી શકે તેવો છે. કાશ્મીરમાંથી સુરક્ષા બળોને હટાવવા માટેનો કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો છે. જે પાકિસ્તાન માગે તે કોંગ્રેસ આપી શકે છે. દેશના ટુકડે ટુકડા થઈ જાય તેવી ગેંગ છે. તેની માટે કામ કરનારા લોકો દેશદ્રોહી કહેવાય કે નહીં? તમારા પરિવારને તોડવાનું કામ કરે તેનો પરિવાર દ્રોહી, સમાજ તોડવાના કામ કરવાનું સમાજદ્રોહી છે ત્યારે દેશના ટુકડે ટુકડા કરનારાને રાષ્ટ્રદ્રોહી કહેવાય પણ કોંગ્રેસે રાષ્ટ્ર દ્રોહનો કાયદો કાઢી નાખવાની વાત કરે છે.
ભાજપ શ્યામાપ્રસાદ મુખરજીના વિચારો પર ચાલે છે. જે દેશની એકતાની વાત કરતા હતા. તેઓએ તેમના માટે બલિદાન આપ્યું છે. દેશ ભક્તિ અને અત્યાર સુધી કાશ્મીરમાં બલિદાન આપતાં હતા. તેઓની કદર કરે તેવો માણસ કોંગ્રેસને મત આપવાની વાત કરતાં હતા. કોગ્રેસ પાર્ટી અને એક પરિવાર માટે સરદાર સાહેબ તેમને આંખના કણાંની જેમ ખુંચતા હતા ત્યાર બાદ મોરારજી દેસાઈને મોકલ્યા તેમને પણ હેરાન કર્યા ત્યારબાદ તમને મોકલ્યા એક ચા વાળાને મોકલ્યો. તેનો સ્વીકાર આ લોકો કરી શકતા નથી. આ લોકો મોદીને પતાવી દેવાની વાત કરે છે પરંતુ મને તમે ઘડયો તેથી હું ગાજ્યો જાય તેમ નથી. 23મીએ પરિણામ આવશે ત્યારે ભાજપ ફરી સરકાર બનાવશે. તેવો મારો ભરોસો છે.
આપણે જે પગલાં લીધા છે તેથી દેશની જનતા ચોકીદાર પર ભરોસો કરી રહી છે એક સમય એવો હતો કે હુમલા થાય ત્યારે સરકાર હાથ પર હાથ મુકીને બેસી જતી હતી. ગુજરાતમાં આપણે જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે આવા આંતકવાદી અન સ્લીપર સેલને ખતમ કરી દીધુ હતું. તે જ વાત હવે ભારત દેશમાં કરી રહ્યાં છે. દેશમાં શાંતિ અને સદ્દભાવના માટે આતંકવાદને ખતમ કરવો જ પડે. આતંકવાદને જળમુળથી ઉખેડી નાંખવો જોઈએ. આતંકવાદીનો ઉછેર ખાતરપાણી પડોસથી આવતો હોય એટલે તેના મૂળિયા પડોશમાં જઈને ઉખાડવા પડે એટલે તેવી કામગીરી કરી છે. તેની સામે કોંગ્રેસ પુરાવા માગીને પાકિસ્તાનને સમર્થન જેવી વાત કરી રહ્યું છે.
આપણે દેશના નાગરિકોને સલામતી મળે તે માટે આતંકવાદને ખતમ કરવાની કામગીરી કરી છે. આતંકવાદ કેન્સર છે. તેને અધવચ્ચેથી છોડાય નહીં તેને પુરો કરવો પડે. આતંકવાદને ખતમ કરવાનું કામ મારા સિવાય કોણ કરી શકે તે તમે બતાવો. એક વાર આતંકવાદ જાય તો આપણે બધા જ સુખ ચેનથી જીવી શકીએ. દેશના કરોડો રૃપિયા ગરીબ પ્રજા માટે વાપરવા પડે તેનો ઉપયોગ સલામતી માટે થઈ રહ્યો છે. દેશમાં બીજુ કેન્સર ભ્રષ્ટાચારનું છે. તે પણ ખતમ થવુ જોઈએ. ગુજરાતમાં આટલા વર્ષ મેં કામગીરી કરી પણ કોઈ પ્રકારનો આરોપ થયો નથી તેવું હાલ દિલ્હીમાં થઈ રહ્યું છે. જે દેશની જનતાનું લુંટશે તેમે જમા કરાવવું પડશે.
અમરસિંહભાઈ ચૌધરી કહેતાં મોદી જાદુગર છે તો કોંગ્રેસ કહે છે ચોકીદાર ચોર છે પણ પૈસા મધ્યપ્રદેશમાંથી નિકળી રહ્યાં છે. ત્યાંથી નોટોના ઠોકડા નિકળ્યા ત્યારે ખબર પડી છે. મધ્યપ્રદેશમાં રાજ શરૂ કર્યું અને ત્યાં થોડા જ દિવસોમા કરોડો રૂપિયા રોકડા નીકળ્યા છે. ગરીબ લોકો માટે દિલ્હી સરકાર મોકલી રહી છે. તેના કામ માટે કોન્ટ્રાક્ટર હોય તેવા પાસેથી પૈસા મળેલા છે. ગરીબના મોઢામાંથી કોળીયો ખેંચીને આ પૈસા મારવામાં આવ્યા છે. આ ભ્રષ્ટાચારી વૃત્તિ કોગ્રેસની છે. પંદર વર્ષથી મધ્યપ્રદેશમાં કોંગ્રેસ સત્તા પર દૂર રહી અને પંદર દિવસમાં પૈસાની લૂંટ ચલાવી છે. તેવી જ રીતે દિલ્હીમાં આ કોંગ્રેસની સરકાર આવે તો પાંચ મિનિટમાં ભ્રષ્ટાચાર શરૂ કરી દે તેમ છે તેથી આ લોકોને સરકારમાં બેસાડાય નહીં.
ગઢ બંધનમાં બધા ભેગા થયાં પણ જુદા થઈ ગયાં છે પણ તેમની ભાષા બદલાય નહી તેઓ બધા મોદીને હટાવાની જ વાત કરે છે પંરંતુ પ્રજાના બલાની કોઈ વાત નથી નથી. કોંગ્રેસની દ્રષ્ટી કેવી છે તેની વાત કરતાં તેઓએ કહ્યુ હતું કે, હું ગુજરાતમાં મુખ્યમંત્રી હતો ત્યારે ઉમરગામથી અંબાજી સુધી આદિવાસી વિસ્તારમા સાયન્સની સ્કુલ ન હતી તેથી આદિવાસી વિસ્તારના બાળકો વધુ ભણી શકતા ન હતા. પણ મેં ગુજરાતમાં આવીને પહેલું કામ આદિવાસી વિસ્તારમાં સાયન્સ સ્કુલ શરૂ કરી છે.
કોંગ્રેસ મોદી હટાવવાની વાત કર કરે છે પણ મોદી ગરીબી હટાવવાની વાત કરે છે. ગરીબો પણ બોલી રહ્યાં છે કે, કોંગ્રેસ જશે તો જ ગરીબી હટશે તેવું લોકો બોલી રહ્યા છે. આદિવાસી વિસ્તારમાં પાણીની સમસ્યા છે તેને દુર કરવા માટે કરોડો રૂપિયાની યોજના ભાજપ સરકાર દ્વારા શરૂ કરવામા આવી છે અને કામગીરી થઈ રહી છે. દેશભરમાં પ્રવાસ કરુ ત્યારે ખબર પડી કે આવનારા દિવસોમાં પાણીનું સંકટ થશે. તેથી પહેલીવાર દેશના પાણી માટે મંત્રાલય બનશે. આ દેશ આઝાદ થયો તે પહેલાથી આદિવાસી સમાજ હતો પણ કોંગ્રેસને આ સમજ પડતું ન હતું. પહેલી વાર અટલજીની સરકાર આવી ત્યારે દેશમાં પહેલી વાર આદિવાસી માટે મંત્રાલય બનાવ્યું હતું. તેવી જ રીતે મોદી સરકારે દેશમાં પહેલી વાર માછીમાર માટે મંત્રાયલ બનાવ્યું.
ભાજપની નવી સરકાર આવશે ત્યારે પાકેપાયે પાણી મંત્રાલય શરૂ કરવામા આવશે તે નક્કી છે. દેશના ખેડુતોને મુર્ખ બનાવવાનુ કામ કર્યું છે. 2022 પહેલાં દેશના ખેડુતોની આવક બમણી કરવાનો નિર્ણય કરવામા આવ્યો છે. હવે અન્ન દાતા ઉર્જાદાતા બને તે માટે ખેતરના ખૂણે સોલર લગાવે અને ખેડુત વિજળી પેદા કરે તેવી કામગીરી કરવામાં આવે તેવું આયોજન કરશે. એક સમયે યુરીયા માટે ફાંફા મારવા પડતાં હતા. પહેલાં યુરિયાની ચોરી થતી હતી. હવે નીમ કોટીંગ કરીને આદિવાસીને રોજગાર મળવા સાથે યુરિયાની ચોરી અટકી ગામડાને પણ આર્થિક રીતે મજબુત કરવાની કામગીરી કરી છે.
દરેક ખેડુત પાંચ એકરથી ઓછી જમીનવાળાને વર્ષમાં ત્રણ વખત 2-2 હજાર રૂપિયા મળે તેવી યોજના બનાવીને એક માસમાં ત્રણ કરોડ લોકોના ખાતામા પૈસા પહોંચી ગયાં છે. તે 12 કરોડ ખેડૂતના ખાતામાં આ પૈસા જશે. તેથી અમે આ વખતના સંકલ્પ પત્રમાં કહ્યું છે, નવી સરકાર બન્યા પછી દરેકે દરેક ખેડુતને આ યોજનાનો લાભ આપવામા આવશે.
લોકોના ઘરમાં બીમારી આવે તો વધુ પાયમાલ થઈ જાય છે. દવા મોંઘી થઈ રહી છે ત્યારે ગરીબની હાલત કફોડી થઈ જતી હોય છે. તેથી અમે દેશના 50 કરોડ લોકોને આયુષ્યમાન ભારત યોજનામાં પાંચ લાખ રૂપિયા સુધી કોઈ પૈસા ખર્ચવાનો રહેશે નહીં તેથી ગરીબોને રાહત મળી શકશે. આ યોજના દુનિયાની સૌથી મોટી યોજના છે.
કોંગ્રેસના જમાનામાં ગેસનો ચુલો મેળવવા માટે ફાંફા પડતાં હતા પણ મોદી સરકારમાં ઉજ્જવલા યોજનાના કારણે આદિવાસી વિસ્તારમાં અનેક લોકોના ઘરમા ગેસનો ચુલો સળગી રહ્યો છે. કોગ્રેસના સરકારમાં વાંસ કાપે તો જેલમાં જતા હતા. તે કાયદો બનીને આદિવાસીઓને રોજગારી આપવાનું કામ અમારી સરકારે કર્યું છે. 2022 આઝાદીના 75 વર્ષ થશે ત્યારે દેશમાં એક પણ વ્યક્તિ એવો ન હોય તેનું પાકું ઘર ન હોય તેવી કામગીરી કરવામાં આવશે. મારો મુદ્દો એક જ છે આ સરકાર દેશના સામાન્ય માનવીના કલ્યાણ માટે છે.
ઈન્કમટેકસમાં બે લાખથી પાંચ લાખ સુધીની વાત થતી હતી પણ કોંગ્રેસ કામગીરી કરતી ન હતી. અમારી સરકારે આ કામગીરી કરીને પાંચ લાખ સુધીનું ઈન્કમ ટેક્સ માફ કરી દીધુ હતું. કોંગ્રેસ મધ્યમવર્ગની વિરોધી સરકાર છે. મધ્યમ વર્ગ પાસેથી વેરો ઉઘરાવીને અન્યને રાજકારણ માટે આપવાની વાત કરી રહી છે.
નવા મતદારો 21મી સદીમાં જન્મ્યા છે. તેઓએ પહેલી વાર ભારતની સરકાર પસંદ કરવાનો પહેલો મોકો છે. 21મી સદીમાં પેદા થયાં 18 વર્ષના થયાં તેનો પહેલો અવસર છે. જીવનમાં પહેલી વાર કરેલી ઘટના કોઈ પણ ભુલી શકે નહીં. આ મત અત્યંત મહત્વનો છે તમારા જીવનના સપના પૂરા કરી શકે તેવી સરકાર બનાવો. આ દેશમાં મજબુતાઈથી નિર્ણય લે તેવી સરકાર બનાવવાની છે અને મજબુતાઈથી કોણ કામગીરી કરે તે આંખ બંધ કરીને કોઈપણ નક્કી કરી શકે છે.
from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2P0mqAr
No comments:
Post a Comment