(પ્રતિનિધિ દ્વારા) સુરત, તા. 1 એપ્રિલ 2019 સોમવાર
સુરતમાં ક્યારેક એમ એલ સી કેસ હોવા છતાં પીએમ નહીં કરવા માટે પરિવારજનો પોલીસ સાથે આજીજી કરતા હોય છે. જેથી ક્યારેક પીએમ વગર મૃતદેહ સોંપે છે ક્યારેક તેમના પરિવારજનોની હાલત પણ હોવાનું જાણવા મળે છે.
અડાજણની બાળકીનું પોસ્ટ મોર્ટમ કર્યા વગર પોલીસે મૃતદેહને તેમના પરિવારને સોંપી દીધો હતો. જોકે બાળકીના મરણના દાખલા માટે તેના પરિવારજનો ધક્કા ખાઈ રહ્યા હોવાનું જાણવા મળે છે.
સુરત શહેરના વિવિધ વિસ્તારોના વ્યક્તિઓ બીમારીને લીધે તબિયત બગડે કે અન્ય કોઈ કારણસર હાલત ગંભીર થતી હોય છે. જેથી તે વ્યક્તિને સારવાર માટે તરત જ ખાનગી હોસ્પિટલ કે સ્મીમેર હોસ્પિટલ અને નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે જ્યાં ફરજ પરના તબીબ જે તે વ્યક્તિને મૃત જાહેર કરે છે એટલે કે કેસની એમ એલ સી કરી પોલીસને જાણ કરવામાં આવે છે. મોટાભાગના વ્યક્તિઓના પોલીસ પોસ્ટમોર્ટમ કરાવીને મૃતદેહ તેમના પરિવારને સોંપે છે પણ જે વ્યક્તિ ઉંમરલાયક અને બીમાર હોય અથવા નાનું બાળક હોય તો માનવતા ખાતર પોલીસ પોસ્ટમોર્ટમ કર્યા વગર તેમના પરિવારને મૃતદેહે સોપી દે છે.
નોંધનીય છે ચાલુ વર્ષમાં નવી સિવિલ હોસ્પિટલમાંથી વિવિધ પોલીસ મથકમાંથી 30 વ્યક્તિના મૃતદેહ પોસ્ટમોર્ટમ કર્યા વગર પોલીસે તેમના પરિવારને સોંપ્યા હતા જ્યારે બીજી તરફ ચોંકાવનારી બાબત એ છે અડાજણમાં એલ.પી.સવાણી રોડ પર રહેતા કમલેશભાઈ પરમાર નવ માસની પુત્રી દિયા ગત તારીખ 18મી તેની માતાએ દૂધ પીવડાવ્યું હતુ. બાદમાં તેની તબિયત લથડતા વધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી.
બાદમાં આ અંગે અડાજણ પોલીસને જાણ થતા નવી સિવિલ ખાતે આવ્યા હતા. જોકે આ એમ એલ સી કેસ હોવા છતાં પોલીસે માનવતાના ધોરણે પીએમ કર્યા વગર બાળકીનો મૃતદેહ સોંપી દીધો હતો. તેથી ઉમરા ખાતે તેની અંતિમ ક્રિયા કરવામાં આવી હતી.
બાદમાં પરિવારજન થોડા દિવસ પહેલા બાળકીનો મરણનો દાખલો કઢાવવા માટે રાંદેર ઝોનમાં ગયા હતા પણ સિવિલના કાગળ ન હતા. જોકે અવાર-નવાર ધક્કા ખાવા છતાં રાંદેર ઝોનમાંથી મરણનો દાખલો મળ્યો ન હતો. તેથી આજરોજ તેના પરિવારજનો સિવિલમાં કાગળ લેવા માટે આવ્યા હતા.
નોંધનીય છે કે સામાન્ય લોકો ખરેખર બીમાર હોય તો તેમને મુશ્કેલી પડતી હોય છે. તકલીફ મેવા નિવારણ માટે પોલીસ છેલ્લા કેટલાક સમયથી પીએમ કર્યા વગર મૃતદેહ સોંપે છે તે પ્રશંસનીય પગલું ભર્યું છે. તકલીફ મેવા નિવારણ માટે પોલીસ છેલ્લા કેટલાક સમયથી પીએમ કરવા વગર મૃતદેહ સોંપે છે. તે પ્રસંસનીય પગલું ભર્યું છે.
from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WEjkof
No comments:
Post a Comment