સુરત: જાગૃત્તિના કારણે સુરતમાં મંદ બુધ્ધિના 92 ટકા બાળકો અક્ષર જ્ઞાન મેળવતા થયા - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 2 April 2019

સુરત: જાગૃત્તિના કારણે સુરતમાં મંદ બુધ્ધિના 92 ટકા બાળકો અક્ષર જ્ઞાન મેળવતા થયા

સુરતમાં 2500 જેટલા મંદ બુધ્ધિના બાળકોનો અંદાજ વાલી શિક્ષકોની જાગૃત્તિના કારણે 2300 વિવિધ જગ્યાએ અભ્યાસ કરી રહ્યાં છે

(પ્રતિનિધિ દ્વારા) સુરત, તા. 1 એપ્રિલ 2019 સોમવાર

અત્યાર સુધી સમાજની મુખ્યધારાથી દુર રહેલાં મંદ બુધ્ધિના એટલે સ્પેશ્યલ બાળકો વાલી શિક્ષક અને સરકારની જાગૃત્તિના કારણે અક્ષર જ્ઞાન મેળવીને સમાજની મુખ્યધારામાં ભળતા જોવા મળી રહ્યાં છે. 2010 પહેલાં મંદબુધ્ધિના બાળકો શિક્ષણથી દુર રહેતાં હતા પરંતુ સુરત મ્યુનિ. સંચાલતક શિક્ષણ સમિતિની સ્કુલ તથા કેટલીક સેવાભાવી સંસ્થાઓને કારણે હવે શહેરના 92 ટકા બાળકો અક્ષર જ્ઞાન મેળવતા થયાં છે. અક્ષર જ્ઞાન સાથે સાથે બાળકો વિવિધ પ્રવૃત્તિમાં આગળ આવી રહ્યાં છે.

સામાન્યથી માંડીને ડિસેબલ બાળકો તમામને ભણવાનો અધિકાર હોવો જોઈએ તેમ છતાં અત્યાર સુધી જાગૃત્તિના અભાવે મંદ બુધ્ધિના બાળકો અભ્યાસથી વંચિત રહેતાં હતા અથવા તો અધુરૃ ભણતાં હતા. પરંતુ રાઈટ ટુ એજ્યુકેસન એક્ટ તથા શિક્ષકો અને વાલીઓમાં આવેલી જાગૃત્તિના કારણે આવા ખાસ બાળકો પણ સામાન્ય બાળકો સાથે શિક્ષણ લઈ રહ્યાં છે. 

સુરત મ્યુનિ. સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં જુદી જુદી ખોડ ખાપણવાળા 1800 જેટલા બાળકો છે જેમાંથી 400 બાળકો મંદ બુધ્ધિના છે. સમિતિના સામાન્ય બાળકસાથે મંદ બુધ્ધિના બાળકોને શિક્ષણ આપવા માટે ખાસ તાલિમ પામેલા શિક્ષકોની 2010થી ભરતી કરવામાં આવી છે. આ શિક્ષકો મંદ બુધ્ધિના બાળકોને ખાસ શિક્ષણ આપી રહ્યાં છે. આ અંગે સમિતિના દિપ્તીવોરા કહે છે, શિક્ષકોની મહેનત અને વાલીઓમાં આવેલી જાગૃત્તિના કારણે વધુને વધુ મંદ બુધ્ધિના બાળકોને અભ્યાસ માટે આવી રહ્યાં છે. 

મંદ બુધ્ધિના બાળકોના ઘરે જઈને વાલીઓને પણ કાઉન્સેલીંગ કરે છે. આ ઉપરાંત મ્યુનિ.ની સ્કુલમાં ફીજીયોથેરાપીસ્ટ તથા સાઈકોલોજીસ્ટ કાઉન્સીલ કરે છે. શહેરમાં 18 વર્ષ સુધીના 2500 જેટલા મંદ બુધ્ધિના બાળકો છે જેમાંથી મ્યુનિ.ની સ્કુલમાં 400 તથા અન્ય 12 જેટલી સંસ્થાઓ ચાલે છે. તે મળીને 2300 જેટલા મંદ બુધ્ધિના બાળકો અક્ષર જ્ઞાન મેળવી રહ્યાં છે. 

સમિતિની શાળામાં 18 જેટલા શિક્ષકો જુદી જુદી ખામી ધરાવતા બાળકોને ભણાવે છે. જેમાંથી 9 શિક્ષકો મંદ બુધ્ધિના બાળકોને ખાસ પ્રકારની તાલીમ આપીને અભ્યાસ કરાવે છે. 

સમિતિની શાળામાં શિક્ષણ વિના મુલ્યે મળતું હોવા ઉપરાંત સરકારી લાભો પણ મળતા હોવાથી વધુને વધુ મંદ બુધ્ધિના બાળકો શિક્ષણ માટે આવી રહ્યાં છે. સરકારની યોજના અને વાલીઓમાં આવેલી જાગૃત્તિ તથા શિક્ષકોની મહેનત અને શહેરમાં 12 જેટલી સંસ્થા મંદબુધ્ધિના બાળકો માટે કામ કરતી હોવાથી મંદ બુધ્ધિના બાળકો એજ્ઞાર જ્ઞાન મેળવતાં થયાં છે.

સમિતિમાં રિસોર્સ સેન્ટરના કારણે વિકલાંગ બાળકોનો વિશ્વાસ વધ્યા

સમિતિની શાળામાં શારીરિક અને માનસિક વિકલાંગતા ધરાવતા બાળકોને નોર્મલ બાળકો સાથે શિક્ષણ આપાવમાં આવે છે. ખોડ ધરાવતા બાળકો સમાજની મુખ્યધારામાં આવી શકે અને શિક્ષણ સાથે તેમની અંદર રહેલી કલાને બહાર લાવી શકે તે માટે રિસોર્સ સેન્ટર ચલાવાવમા આવી રહ્યાં છે. અહીં સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત વિદ્યર્થીઓને વિવિધ પ્રકારની તાલિમ આપવામાં આવે છે. 

ખોડ ધરાવતા બાળકો શિક્ષણ સાથે પગભર થાય તે માટ વિવિધ પ્રકારની તાલિમ આપીને રાખડી બનાવવાથી માંડીને અન્ય વસ્તુઓ શિખવવામાં આવે છે મંદ બુધ્ધિના બાળકો માટે પણ આ પ્રકારની તાલિમ આપીને તેઓ સમાજની મુખ્યધારામાં આવાવ સાથે પરિવારને ઉપયોગી થાય તે માટેની તાલિમ આપવામાં આવે છે.

જાગૃત્તિના કારણે મંદ બુધ્ધિની વિદ્યાર્થીનીઓ વિદેશમાં મેડલ જીતી આવી 

છેલ્લા એક દાયકાથી મંદ બુધ્ધિના બાળકોના શિક્ષણમાં આવેલી ક્રાંતિના કારણે બાળકો ઘર બહાર નિકળીને સમાજની મુખ્યધારામાં આવતાં થયાં છે. શિક્ષણની સાથે સાથે આવા બાળકો માટે યોજાતા સ્પેશ્યલ ઓલ્મ્પિકમાં ભાગ લેતાં પણ થયાં છે. શહેરમાં મહાદેવ સ્કુલની બે વિદ્યાર્થીનીઓ વિદેશમાં સ્કેટીંગ તથા અન્ય સ્પર્ધામાં વિજેતા બનીને મેડલ જીતી આવી છે જ્યારે સમિતિની સ્કુલની એક વિદ્યાર્થીની પણ ઓસ્ટ્રેલિયા ખાતેની સ્પેશ્યલ ઓલ્મ્પિકમાં મેડલ જીતીને આવી છે.



from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HTyd2N

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages