
અમદાવાદ, 1 એપ્રિલ 2019, સોમવાર
આજકાલ યુવાધનને બ્લાઈંડ ડેટ અને ઈન્ટરનેટના માધ્યમથી થતી ડેટિંગનું ઘેલું લાગ્યું છે. જો કે આ રીતે કોઈ સાથે ડેટની શરૂઆત કરતા પહેલા કેટલીક બાબતો વિશે જાણકારી મેળવી લેવી જરૂરી હોય છે. ઓનલાઈન ડેટિંગ વિશે ઉતાવળમાં ક્યારેય નિર્ણય લેવો નહીં. ઓનલાઈન ડેટ શરૂ થાય ત્યારે જો પાર્ટનરમાં આવા લક્ષણો જોવા મળે તો તે વ્યક્તિને તુરંત જ અલવિદા કહી દેવું જોઈએ.
1. તે વ્યક્તિના સોશિયલ મીડિયા અકાઉન્ટને ચેક કરી લેવું. અકાઉન્ટ પ્રાઈવેટ મોડમાં હોય તો તેને ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલી અને વિગતો જાણો. જો તે તમારી રીક્વેસ્ટ એક્સેપ્ટ ન કરે તો આ બાબતે તેની સાથે ચર્ચા કરો.
2. જો તે ઓનલાઈન ચેટ બરાબર રીતે કરે પરંતુ મળવાની વાતને ટાળે તો સમજી લેવું કે કંઈ ગડબડ છે. ઘણીવાર બનતું હોય છે કે ઓનલાઈન ડેટિંગમાં તમારી સાથે વાત કરતી વ્યક્તિ અને મુલાકાત કરતી વ્યક્તિ બંનેમાં આસમાન જમીનનો ફરક હોય, એટલે જો પાર્ટનર વધારે સમય સુધી મુલાકાત ટાળે તો ચેતી જવું જરૂરી છે.
3. તે એક વ્યક્તિ તરીકે તમને જાણવામાં રસ દાખવે છે કે પછી તેની દરેક વાત અંતરંગતા અને યૌન ઉત્તેજના માટે જ હોય છે તેના પર ખાસ ધ્યાન આપવું. જ્યારે સામાન્ય વાત સેક્સ ચેટમાં બદલી જાય ત્યારે તે વ્યક્તિ સાથે સંબંધ આગળ વધારવો જોઈએ નહીં.
4. તે વ્યક્તિ સાથે વાતચીત કરતી વખતે તમારી સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવું. જો મુલાકાત દરમિયાન કે વાતચીત દરમિયાન તમને તેનો વ્યવહાર યોગ્ય ન જણાય તો આ સંબંધને અલવિદા કહી આગળ વધી જવું જોઈએ.
from Relationship News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HOZ6on
No comments:
Post a Comment