પતિના દિલ પર કરવું હોય રાજ તો જાણી લો આ ખાસ વાતો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 2 April 2019

પતિના દિલ પર કરવું હોય રાજ તો જાણી લો આ ખાસ વાતો


અમદાવાદ, 1 એપ્રિલ 2019, સોમવાર

લગ્ન એવો સંબંધ છે જેમાં બે વ્યક્તિ એકબીજા સાથે જીવનભર રહે છે. યુવક યુવતીઓ પોતાના લગ્નને લઈ ઉત્સાહિત પણ હોય છે. જો કે કેટલાક કારણોસર દંપતિ એકબીજા સાથે ખુશ રહી શકતા નથી. લગ્ન પહેલાના સમયમાં અને લગ્ન પછીની પરિસ્થિતીઓમાં ઘણો ફરક હોવાથી પણ દાંપત્યજીવન પર અસર થાય છે. તો ચાલો જાણીએ કે દાંપત્યજીવનને સુખથી ભરપૂર રાખવા અને પોતાના પતિના દિલ પર રાજ કરવા માટે કઈ કઈ વાતો જાણવી જરૂરી છે. 

- પોતાની મરજી અને પસંદની સાથે સાથે પાર્ટનરની પસંદનું પણ ધ્યાન રાખો. 

- પાર્ટનર સાથે ઝઘડો થાય તો પણ તેની ભુલને માફ કરી પ્રેમભર્યુ વર્તન કરો.

- પ્રેમમાં સમર્પણની ભાવના રાખો અને સંબંધો ઉષ્માભર્યા રહે તે માટે સતત પ્રયત્ન કરતા રહો.

- લગ્ન પહેલાના સપના અને લગ્નજીવનની વાસ્તવિકતાને સમજી અને સ્વીકારો.

- લગ્ન બાદ પતિ અને પત્નીએ એકબીજાનું સમ્માન જાળવવું.

- લગ્ન બાદ પણ પતિને પર્સનલ સ્પેસ આપો અને તેના કામને સમજી તેને સ્વીકારો.

- સંબંધોમાં પતિની જવાબદારીઓને સમજી અને તેને સાથ આપો.

- ફિલ્મોમાં જોવા મળતા રોમાન્સની કલ્પના છોડી અને વાસ્તવિકતાનો સ્વીકાર કરવાથી પતિનું મન સરળતાથી જીતી શકાય છે. 




from Relationship News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HUjnce

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages