
લોસ એંજલ્સ તા.2 એપ્રિલ 2019, મંગળવાર
બોલિવૂડ અને હોલિવૂડની મોખરાની અભિનેત્રી ફિલ્મ સર્જક પ્રિયંકા ચોપરાને પરણેલા અમેરિકી ગાયક નીક જોનસની તાજેતરની એક કોન્સર્ટમાં એક ચાહકે સ્ટેજ તરફ બ્રા ફેંકી હોવાના અહેવાલ પ્રગટ થયા હતા.
વેરાયટી ડૉટ કોમના આ રિપોર્ટ મુજબ પ્રિયંકા ચોપરાએ આ બ્રાને ચાહકની ભેટ તરીકે સ્વીકારી લીધી હતી. જોનસ ભાઇઓની આ કોન્સર્ટમાં પહેલીવાર પ્રિયંકાએ હાજરી આપી હતી.
પ્રિયંકાએ આ પ્રસંગની વિડિયો ક્લીપ ઇન્સ્ટાગ્રામ પર પણ મૂકી હતી. આ ક્લીપમાં પ્રિયંકા ભૂરા રંગની બ્રા સાથે સ્ટેજ તરફ જઇ રહેલી દેખાય છે. એણે ઇન્સ્ટાગ્રામ પર મૂકેલા સંદેશામાં લખ્યું, મારા હસબન્ડને મળેલી ભેટ એને હાથોહાથ આપવા જઇ રહી છું... જોનસ ભાઇઓની કોન્સર્ટમાં પહેલીવાર હાજરી આપી રહી છું. મને એમને માટે ગૌરવ છે... આ એક ચાહકની ભેટ છે...
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2YF5Ryi
No comments:
Post a Comment