મતદાન વખતે એક પણ ઉમેદવાર પસંદ ના હોય તો NOTAનું બટન દબાવાય - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 10 April 2019

મતદાન વખતે એક પણ ઉમેદવાર પસંદ ના હોય તો NOTAનું બટન દબાવાય

 વડોદરા,તા.9 એપ્રીલ, મંગવાર

સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ NOTA (None of the above) નો પ્રચાર કરવા માટે જિલ્લા કલેક્ટરને આજે રજૂઆત કરવામાં આવી હતી.

ઇવીએમમાં તમામ ઉમેદવારોના નામની યાદી પછી નાગરીકોને છેલ્લું બટન નોટાનું આપ્યું છે કે જે દબાવીને તમામ ઉમેદવારોના વિરોધમાં આપનો કિમતી અને પવિત્ર મત આપી શકીએ છે. નોટા માટે વર્ષોના સંઘર્ષ પછી સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ નાગરિકોને આ હક્ક આપ્યો છે. તેમ જણાવી સામાજિક કાર્યકરે મુખ્ય ચૂંટણી અધિકારીને જણાવ્યું હતું કે નોટા માટે જે ફંડ ફાળવવામાં આવ્યું છે તેનો ઉપયોગ પ્રચાર-પ્રસાર માટે કરવો જોઇએ.

કાર્યકરે આક્ષેપ કર્યો  હતો કે  નોટાનું બટન નકારાત્મક નહી પરંતુ હકારાત્મક મત છે. નોટાને આપેલ મત દર્શાવે છે કે મતદાર તમામ ઉમેદવારથી નારાજ છે કારણ કે લોકહિતનું પ્રતિનિધિત્વ કરતા જ નથી અને જનતાના પ્રાથમિક સુવિદ્યાઓના પણ કામ કરતા નથી ફક્ત વાયદા અને વચનોની લ્હાણી કરે છે અને નાગરીકોને વેરાનું વળતર મળતું નથી.



from Baroda News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IjOrSa

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages