વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકામાં કોંગ્રેસમાં મોટું ભંગાણ,ડભોઇ પાલિકામાં કોંગ્રેસના ૭ અને ૩ અપક્ષે ભાજપનો ખેસ પહેર્યો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 10 April 2019

વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકામાં કોંગ્રેસમાં મોટું ભંગાણ,ડભોઇ પાલિકામાં કોંગ્રેસના ૭ અને ૩ અપક્ષે ભાજપનો ખેસ પહેર્યો

વડોદરા,તા.9 એપ્રિલ,2019,મંગળવાર

વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકામાં કોંગ્રેસ શાસિત ડભોઇ નગર પાલિકામાં ભંગાણ પડતાં કોંગ્રેસને સત્તા ગુમાવવી પડે તેવા સંજોગો સર્જાયા છે.

ડભોઇ નગર પાલિકામાં કુલ ૩૬ સીટો પૈકી કોંગ્રેસ પાસે ૨૮ સીટો હતી.જ્યારે,ભાજપને માત્ર ૪ અને અપક્ષોને ફાળે ૪ સીટ ગઇ હતી.હાલમાં પ્રમુખ પદ કોંર્ગેસના અનસુયાબેન વસાવા સંભાળી રહ્યા છે.

છોટાઉદેપુર લોકસભા બેઠક વિસ્તારમાં ં આવતા ડભોઇ તાલુકામાં ડિસેમ્બર-૨૦૧૫માં ચૂંટણીઓ યોજાઇ ત્યારે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોમાં પણ કોંગ્રેસને બહુમતી મળી હતી.

છેલ્લા કેટલાક સમયથી ડભોઇ નગર પાલિકામાં કોંગ્રેસની જૂથબંધી ઉગ્ર બની હતી અને તેને ડામવામાં કોંગ્રેસના હોદ્દેદારોને સફળતા મળી નહતી.પરિણામે આજે કોંગ્રેસના ૭ સભ્યો અને ૩ અપક્ષ સભ્યો મળી કુલ ૧૦ સભ્યોએ ડભોઈ ભાજપના ધારાસભ્યના પ્રયત્નો બાદ મુખ્યમંત્રીની હાજરીમાં ભાજપનો ખેસ ધારણ કરી લેતાં ભાજપની સભ્ય સંખ્યા ૧૪ થઇ છે.

આગામી સમયમાં બીજા  કેટલાક સભ્યો પણ જોડાનાર હોઇ કોંગ્રેસને સત્તા ગુમાવવાનો વખત આવે તેવા સંજોગો સર્જાયા છે.

ડભોઇ નગર પાલિકાની પક્ષવાર સંખ્યા

        પક્ષવાર મૂળ સ્થિતિ

પક્ષ સભ્ય સંખ્યા

કોંગ્રેસ ૨૮

ભાજપ ૪

અપક્ષ ૪

કુલ ૩૬

      વર્તમાન સભ્ય સંખ્યા

કોંગ્રેસ ૨૧

ભાજપ ૧૪

અપક્ષ ૧

કુલ ૩૬



from Baroda News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GcHvVu

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages