વડોદરા,તા.9 એપ્રીલ, મંગવાર
ભણતર અને ચૂંટણીને જાણે કોઇ લેવાદેવા જ નથી. ઓછુ ભણેલાં હોય તેને ય રાજકીય પક્ષો ટિકિટ આપીને ચૂંટણી મેદાનમાં ઉતારે છે. ચૂંટણી લડવા માટે શિક્ષિત હોવુ જરુરી નથી તેની સાથે ક્રાઇમ કર્યું હોય અને કોર્ટમાં કેસ ચાલતો હોય તો પણ ઉમેદવારોને ચૂંટણી લડતા અટકાવી શકાતા નથી. વડોદરા લોકસભા બેઠક પર આ વખતે ચૂંટણીમાં ૩ ઉમેદવારો એવા છે જેઓ ધોરણ૧૨ સુધી અથવા ઓછુ ભણેલા છે. અને બે ઉમેદવારો સામે ગંભીર પ્રકારના ગુના દાખલ થયા છે.
લોકસભાની ચૂંટણીમાં વડોદરા બેઠક પરના કુલ ૧૩ ઉમેદવારો પૈકી ભાજપના રંજનબેન ભટ્ટ સહિત ત્રણ ઉમેદવારો કોલેજનું પગથિયું પણ ચડયા નથી જ્યારે એક ઉમેદવારે પીએચડી કરી ડોક્ટરેટની ડિગ્રી મેળવી છે અનેએક ઉમેદવારે બીએની સાથે એલએલબીની પદવી પણ હાંસલ કરી છે. વડોદરા લોકસભા બેઠક પર મોહસીમ મીયાં નામના ઉમેદવાર તો માત્ર ધોરણ-૮ સુધીનો અભ્યાસ કર્યો છે. ઓછુ ભણેલા દાવેદારો પણ રાજકીય પક્ષોની પસંદ બન્યાં છે.
આ ઉપરાંત વડોદરાની બેઠક પર ઉભા રહેલા કોંગ્રેસના ઉમેદવાર પ્રશાંત પટેલ સામે ઠગાઇનો ગુનો દાખલ થયો છે તેમજ જાટ બ્રીજલાલ નામના ઉમેદવાર સામે પણ આર્મ્સ એક્ટનો ગુનો દાખલ થયો છે.
from Baroda News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GeuaMj
No comments:
Post a Comment