મતદારોને ધમકી આપનારા ભાજપના MLA મધુ શ્રીવાસ્તવ અંગે ચૂંટણી અધિકારી શું કહે છે - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 11 April 2019

મતદારોને ધમકી આપનારા ભાજપના MLA મધુ શ્રીવાસ્તવ અંગે ચૂંટણી અધિકારી શું કહે છે



ગાંધીનગર તા. 10 એપ્રિલ 2019, બુધવાર

તાજેતરમાં જ ભાજપના વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ભાજપના જ એક જાહેર કાર્યક્રમમાં મતદારોને ખુલ્લી ધમકી આપી હતી જેમાં તેઓએ સ્પષ્ટ રીતે કહ્યું હતું કે તમારે ભાજપના કમળના નિશાન પર જ પસંદગી ઉતારવાની છે એટલે કે ભાજપને જ મત આપવાનો છે.

જો ભાજપને મત નહિ આપો તો હું તમને ઠેકાણે પાડી દઈશ આ રીતની ધમકી આપતી મધુ શ્રીવાસ્તવની વિડીયો ક્લિપિંગ પણ  સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી ત્યારબાદ મધુ શ્રીવાસ્તવે મીડિયા સમક્ષ પણ ધમકીની ભાષામાં વાતચીત કરી હતી.

 આ અંગે ચૂંટણીપંચે ગંભીર નોંધ લઇ મધુ શ્રીવાસ્તવને નોટિસ ફટકારી હતી જેમાં ત્રણ દિવસની અંદર જવાબ આપવાનો આદેશ કર્યો છે ત્રણ દિવસનો સમય આજે પૂરો થાય છે આજે ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી ડોક્ટર મુરલી ક્રિશ્નાએ એક પ્રેસ કોન્ફરન્સમાં મીડિયા દ્વારા પૂછાયેલા વિવિધ પ્રશ્નોના જવાબો માં કહ્યું હતું કે મધુ શ્રીવાસ્તવની સામે જે આક્ષેપ છે અને તેને જે નોટિસ અપાય છે તેનો જવાબ આજે સાંજ સુધીમાં મળી જશે.

જિલ્લા કલેકટર નો રિપોર્ટ આવ્યા બાદ મધુશ્રીવાસ્તવ સામે કેવા પ્રકારની કાર્યવાહી કરવી તેનો નિર્ણય કરાશે જોકે વિવિધ પ્રશ્નોના જવાબમાં ચૂંટણી અધિકારીએ ખાસ કોઇ સ્પષ્ટતા કરી નહોતી જેને પગલે એક તબક્કે એવું લાગતું હતું કે ચૂંટણી અધિકારી ભાજપના આ માથાભારે ધારાસભ્યની સામે કોઈ નક્કર કાર્યવાહી કરવા માંગતા નથી હાલ પૂરતું તો આ ઘટનાના સંદર્ભમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ એવું કહે છે કે મધુ શ્રીવાસ્તવ સામે આચારસંહિતાના ભંગની ફરિયાદ થઈ છે તેથી પોલીસ સીધો ગુનો નોંધીને કાર્યવાહી કરી શકતી નથી.



from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2D9E28b

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages