નીતિન ગડકરી યોગી આદિત્યનાથ સ્મૃતિ ઈરાની જેવા સ્ટાર પ્રચારકો જાહેર સભા કરશે - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 11 April 2019

નીતિન ગડકરી યોગી આદિત્યનાથ સ્મૃતિ ઈરાની જેવા સ્ટાર પ્રચારકો જાહેર સભા કરશે



ગાંધીનગર તા. 10 એપ્રિલ 2019, બુધવાર

ગુજરાતમાં 23મી એપ્રિલે લોકસભાની તમામ ૨૬ બેઠકો માટે મતદાન થવાનું છે ચૂંટણી પ્રચાર આડે હવે માંડ ૧૧ દિવસ બાકી રહ્યા છે આથી ભાજપ તથા કોંગ્રેસ દ્વારા ગુજરાત ભરમાં પૂરજોશમાં પ્રચાર કરવાનું નક્કી કર્યું છે.

ભાજપમાંથી તેના કેન્દ્રના ટોચના નેતાઓ પ્રચાર માટે ગુજરાત આવી રહ્યા છે આગામી તારીખ 12 એપ્રિલ થી 19 એપ્રિલ સુધીમાં કેન્દ્રીય નેતાઓ ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં જાહેર સભાઓ અને રોડ શો કરશે નીતિન ગડકરી, યોગી આદિત્યનાથ, સ્મૃતિ ઈરાની, રાજનાથસિંહ, સુષ્મા સ્વરાજ, શિવરાજ સિંહ ચૌહાણ, દેવેન્દ્ર ફડનવીસ, અને વી.કે.સિંહ જેવા નેતાઓ આવી રહ્યા છે.

માત્ર વી.કે.સિંહ 14 અને 15 એમ બે દિવસ સુધી ગુજરાતમાં રોકાશે જ્યારે બાકીના તમામ નેતાઓ એક એક દિવસ માટે આવી રહ્યા છે લોકસભાના ભાજપના ઉમેદવારોની તરફેણમાં મતદાન કરવા માટે તેઓ મતદારોને અપીલ કરશે જય સભાઓમાં તેઓ મોટેભાગે કોંગ્રેસની નીતિઓની ટીકા કરશે અને કેન્દ્રની ભાજપ સરકારે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન લોકો માટે કેવી કેવી યોજનાઓ નો અમલ કર્યો તેનો પણ પ્રચાર કરશે ભાજપના સ્ટાર પ્રચારક ઉપરાંત કોંગ્રેસના સ્ટાર પ્રચારક પણ આગામી દિવસોમાં આવી રહ્યા છે જેમાં રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધી શત્રુઘ્ન સિંહ વગેરે જેવા નેતાઓ નો કાર્યક્રમ ઘડાઈ રહ્યો છે.



from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VyeVmC

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages