યુનિ.ની M.Aની પરીક્ષામાં કોર્સ બહારના પ્રશ્નો પુછાયાની ફરિયાદ સાથે હોબાળો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 3 April 2019

યુનિ.ની M.Aની પરીક્ષામાં કોર્સ બહારના પ્રશ્નો પુછાયાની ફરિયાદ સાથે હોબાળો

અમદાવાદ,મંગળવાર

ગુજરાત યુનિવર્સિટની સેમેસ્ટર પરીક્ષામાં વધુ એક છબરડાની ફરિયાદ સામે આવી છે.આજે એમ.એ સેમેસ્ટર-૨ની ઈકોનોમિક્સની પરીક્ષામાં કોર્સ બહારના પ્રશ્નો પુછાયા હોવાની અને સેમેસ્ટર-૧ના ઘણા પ્રશ્નો પુછાયા હોવાની ફરિયાદ વિદ્યાર્થીઓએ કરી હતી.કેટલાક પરીક્ષા સેન્ટરમા તો વિદ્યાર્થીઓએ હોબાળો પણ મચાવ્યો હતો.

એમ.એ ઈકોનોમિક્સના કોર્સની સેમેસ્ટર-૨ની ૨૯મીથી શરૃ થયેલી પરીક્ષામા ંઆજે ૨જી એપ્રિલે મેનેજરીયલ ઈકોનોમિક્સ-૧ના જુના કોર્સની પરીક્ષા હતી અને ઈન્ટરનેશનલ ઈકોનોમિક્સના-૨ના નવા કોર્સની પરીક્ષા હતી. ઈન્ટરનેશનલ ઈકોનોમિક્સ વિષયની પરીક્ષામાં ૪૦થી૫૦ ટકા પ્રશ્નો કોર્સ બહારના હોવાની વિદ્યાર્થીઓએ ફરીયાદ કરી હતી.કેટલાક સેન્ટર પર વિદ્યાર્થીઓએ એવી પણ ફરિયાદ કરી હતી કે સેમેસ્ટર-૧ના કોર્સમાં જે પ્રશ્નો છે તે જ પ્રશ્નો સેમેસ્ટર-૨ના પેપરમાં પુછી દેવામા આવ્યા છે.

આ બાબતે વિવિધ સેન્ટરોમાંથી યુનિ.માં પરીક્ષા વિભાગને પણ રજૂઆત કરવામા આવી હતી અને ત્યારબાદ પરીક્ષા વિભાગ દ્વારા વિષય ચેરમેનનો સંપર્ક કરાતા ચેરમેને પેપર બરોબર હોવાનું જણાવી દેતા તમામ સેન્ટરોમાં પેપર જે પુછાયુ છે તે જ લખવાનુ રહેશે અને બદલાશે નહી તેવો આદેશ કરી દેવાયો હતો.જુના કોર્સના પ્રશ્નો અને કોર્સ બહારના પ્રશ્નોને લઈને ઘણા વિદ્યાર્થીઓ મુંઝવણમાં મુકાયા હતા અને ઘણા વિદ્યાર્થીઓને પેપર અધુરુ છોડવુ પડયુ હતુ તેમજ પેપર બદલવાની મુંઝવણને પગલે સમય બગડતા વિદ્યાર્થીઓએ વિરોધ સાથે યુનિ.સામે રોષ વ્યક્ત કર્યો હતો.મહત્વનું છે કે યુનિ.માં ઈકોનોમિક્સ વિષયને લઈને તેના પેપરો કાઢવાને લઈને આંતરિક વિવાદ અને હુંસાતુંસીમાં ઘણીવાર વિદ્યાર્થીઓને પણ નુકશાન જાય છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2I89QNW

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages