વિધાનસભા ચૂંટણી લડનાર ફૌજીની પત્નીનું નામ મતદાર યાદીમાંથી ગાયબ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 3 April 2019

વિધાનસભા ચૂંટણી લડનાર ફૌજીની પત્નીનું નામ મતદાર યાદીમાંથી ગાયબ

વડોદરા,તા.2 એપ્રીલ, મંગવાર

વિધાનસભાની ચૂંટણી લડનાર ભીમ સેનાના પ્રદેશ મહિલા અધ્યક્ષ તેમજ ફૌજીના પત્નીનું નામ મતદાર યાદીમાંથી ગાયબ થઇ જતાં વિવાદ સર્જાયો છે. લોકસભા ચૂંટણી લડવા માંગતા મહિલાનું નામ મતદાર યાદીમાંથી કમી થઇ જતા તેમની ચૂંટણી લડવાની ઇચ્છા અધૂરી રહી ગઇ છે.

શહેર વાડી વિધાનસભા મતદાર યાદીમાંથી વહીવટીતંત્ર દ્વારા ઇરાદાપૂર્વક નામ કમી કરી દેવામાં આવ્યું છે તેવા આક્ષેપો સાથે મહિલા આગેવાન દેવયાનીબેન પરમારે જિલ્લા કલેક્ટરને આજે રજૂઆત કરી સમગ્ર પ્રકરણની તપાસ કરવાની માંગણી કરી છે. તેમણે આક્ષેપ કર્યો છે કે  અમો વર્ષ-૨૦૧૭ની વિધાનસભા ચૂંટણી લડયા હતા ત્યારે મારું મતદાર યાદીમાં નામ ચાલતું હતું પરંતુ મતદાર યાદીમાંથી નામ કમી કરી દેવાયું તે ક્યાં પુરાવાના આધારે કમી કર્યું તે અંગે વહીવટીતંત્ર દ્વારા કોઇ જવાબ આપવામાં આવતો નથી.

તેમણે આક્ષેપ કર્યો હતો કે અમો એક ફૌજીના પત્ની છે તેમજ સામાજિક સેવા સાથે સંકળાયેલા છે ફરીથી ચૂંટણી લડવો ઉમેદવારી કરવાની ઇચ્છા હોવાથી મતદાર યાદીની જ્યારે ચકાસણી કરી ત્યારે યાદીમાં પોતાનું નામ નહી હોવાનું જાણવા મળ્યું હતું. વહીવટી ભુલ કે ચૂંટણી સંબંધીત અધિકારીઓના મેળાપીપણાથી ઇરાદાપૂર્વક નામ કમી કરવામાં આવ્યું છે. જો નામ મતદાર યાદીમાં દાખલ કરવામાં નહી આવે તો ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચિમકી પણ તેમણે ઉચ્ચારી છે.



from Baroda News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2uQFyYt

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages