વડોદરા, તા. 2 એપ્રિલ 2019 મંગળવાર
વડોદરામાં આજવા રોડ પર કમલાનગર તળાવ પાસે સમર્થ ગ્રુપ દ્વારા દિવ્ય પ્લાઝા માટે પાણીની ગેરકાયદેસર લાઈન અને ડ્રેનેજનું ગેરકાયદે જોડાણ હોવાનું તપાસમાં મળી આવ્યું હતું જેના કારણે વડોદરા કોર્પોરેશનની વોર્ડ નંબર નવની ઓફિસ દ્વારા રૂપિયા પાંચ લાખ 11 હજાર દંડપેટે ભરી લેવા નોટિસ ફટકારવામાં આવી છે.
દિવ્ય પ્લાઝા ખાતે સો ટકા ડ્રેનેજ લાઇન નાખવાની મંજૂરી લીધી ન હતી અને ડ્રેનેજ લાઈન નાખી દીધી હતી. તારીખ 30ના રોજ કોર્પોરેશનની ચેકિંગ કરતા આંતરિક ભાગે લાઈન નાખી હોવાનું જણાઈ આવ્યું હતું. જે બદલ પાંચ ગણો વહીવટી ચાર્જ રૂપિયા ચાર લાખ 21000 ભરવાનો થશે.
આ ઉપરાંત બિન રહેણાંક માટે પાણી કનેક્શનના પણ રૂપિયા 90000 મળી કુલ પાંચ લાખ 11 હજાર કરી દેવા નોટિસ ફટકારી હતી જ્યારે આંતરિક રસ્તે સો ટકાના સ્વખર્ચે ડ્રેનેજ લાઇન નાખવાની તાત્કાલિક ફાઈલ રજુ કરવા સૂચના આપી હતી.
અત્રે એ નોંધનીય છે કે કોર્પોરેશને અગાઉ ગટરના ગેરકાયદે જોડાણ માટે એક મહિનાનો સમય આપ્યો હતો. જેમાં સ્વેચ્છિક કબૂલાત કરીને ગેરકાયદે જોડાણ કાયદેસર કરાવી લેવા કહ્યું હતું આ સમયમાં જો કોઈ કાયદેસર ન કરે તો દંડ વસૂલ કરવા નિર્ણય લેવાયો હતો.
from Baroda News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WL4Z9H
No comments:
Post a Comment