કરજણ તાલુકા પંચાયત ભાજપના સભ્યના ફાર્મમાં IPL ક્રિકેટ સટ્ટો ઝડપાયો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 2 April 2019

કરજણ તાલુકા પંચાયત ભાજપના સભ્યના ફાર્મમાં IPL ક્રિકેટ સટ્ટો ઝડપાયો

કરજણ,તા.૧ એપ્રીલ, સોમવાર

કરજણ તાલુકાના મેસરાડ ગામે કંબોલીવગામાં તાલુકા પંચાયતના સભ્ય તેમજ ભાજપના કાર્યકરના ફાર્મહાઉસવાળા મકાનમાં આઇપીએલની  ક્રિકેટ મેચ ઉપર ખેલાતા સટ્ટા પર એલસીબીએ દરોડો પાડી  ચાર ઇસમોની ધરપકડ કરી કાયદેસરની તપાસ કાર્યવાહી હાથ ધરી છે. 

કરજણ તાલુકાના અંતરિયાળ વિસ્તારના મેસરાડની સીમમાં  કંબોલીવગામાં તાલુકા પંચાયતના સભ્ય વાજીદહુસેન મકબુલ સિંધીના ફાર્મ હાઉસના મકાનના પ્રથમમાળે મિત્રો સાથે બેંગલોર હૈદ્રાબાદ વચ્ચે રમાઇ રહેલી વીસઓવરવાળી મેચનું જીવંત પ્રસારણ ચાલી રહ્યુ હતું.  

જેમાં દરેક ખેલાડીના પ્રદર્શન તેમજ ટીમની હારજીત પર સટ્ટો રમાડાતો હોવાની બાતમીના આધારે રેઇડ કરવામાં આવી હતી. પંચો સાથે ખાનગી વાહનમાં બાતમીના સ્થળે ફાર્મહાઉસમાં પોલીસ પહોંચી જતા સટોડીયા ગભરાઇ ગયા હતા. તેઓ ભાગી છુટે નહી તે માટે કોર્ડન કરી લઇ વોરંન્ટ બતાવી ચાર સટોડીયાને દબોચી લીધા હતા અને સ્થળ પરથી એલઇડી ટીવી, રોકડ રૃા.૨૫ હજાર, સેટટોપ બોક્ષ, એક્ષટેન્શન બોર્ડ નંગ-૧, લેપટોપ, સાત મોબાઇલ ફોન   અને અંગજડતીના રૃા.૧૮૦૦ મળી કુલ રૃા.૭૦ હજારનોે મુદ્દામાલ કબજે કરાયો હતો. 




from Baroda News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2CQPnK7

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages