વડોદરા,તા.1 એપ્રિલ,2019, સોમવાર
અનુજ ગેસ એજન્સીના ગેસ રિફીલિંગ કૌભાંડની તપાસ દરમિયાન ગેસ ચોરીને ખાલી સિલિન્ડરોમાં ભરીને સિલિન્ડરો વેચી દેવાના પકડાયેલા કૌભાંડમાં વિકી કહારનું નામ બહાર આવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
ફતેગંજની અનુજ ગેસ એજન્સીના ટેમ્પાઓને કારેલીબાગ જલારામનગરના જયેશ ભરવાડના મકાનમાં લાવી ભરેલા ગેસ સિલિન્ડરમાંથી ગેસ કાઢી ખાલી સિલિન્ડરો તૈયાર કરવાના કૌભાંડને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી પાંચ શખ્સોની ધરપકડ કરી હતી.
ઉપરોક્ત ગુનામાં ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ એબી મિશ્રાને તપાસ સોંપાઇ છે.પોલીસની તપાસમાં વિકી કહારનું નામ ખૂલતાં તેની તપાસ હાથ ધરાઇ છે.ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી જયદિપસિંહ જાડેજાએ કહ્યું હતું કે,વિકી સામે અગાઉ નોટબંધી વખતે પણ રૃા.૨.૨૫ કરોડની લૂંટનો ગુનો નોંધાયો હતો.
વિશાલ ઉર્ફે વિકી કહાર ટેમ્પાનું નેટવર્ક ચલાવતો હોઇ તેના કહેવાથી સમગ્ર કૌભાંડ આચરવામાં આવી રહ્યું હોવાની વિગતો બહાર આવતાં તેની તપાસ કરવામાં આવી રહી છે.
ગેસ એજન્સીના મહિલા સંચાલકની પૂછપરછ
અનુજ ગેસ એજન્સીના મહિલા સંચાલક સુનિતાબેન ગુપ્તા (રહે.સુસેઇન-તરસાલી રોડ, મકરપુરા) ની ક્રાઇમ બ્રાન્ચે પૂછપરછ કરી હતી.પરંતું,તેની કોઇ પણ સંડોવણી જણાઇ ન હતી.
from Baroda News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2VaHuqd
No comments:
Post a Comment