વડોદરા, તા. 1 એપ્રિલ 2019 સોમવાર
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉનાળાની સિઝન શરૂ થતાં જ બજારમાં કેરીની આવક ચાલુ થઈ છે ત્યારે કૃત્રિમ રીતે કેલ્શિયમ કાર્બાઇડ પડીકી દ્વારા કેરી તથા બીજા ફ્રુટ પકવવામાં આવે છે કે કેમ તેનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં પ્રથમ દિવસે જ 155 કિલો બગડી જાય તેવા ફૂટનો નાશ કર્યો હતો. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના ફુડ સેફટી ઓફિસરોની ચાર ટીમ બનાવવામાં આવી હતી. જેણે આજે ખંડેરાવ માર્કેટ વિસ્તારમાં ચેકિંગ કર્યું હતું.
વડોદરામાં ખંડેરાવ માર્કેટ વિસ્તાર ફ્રુટનું મોટું બજાર ધરાવે છે જ્યાં ફૂટની દુકાનો તેમજ તેની વખારો પણ આવેલી છે. દર વર્ષે કોર્પોરેશન દ્વારા અહીં ચેકિંગ કરવામાં આવે છે અને કૃત્રિમ રીતે કેરીઓ પકાવવામાં કાર્બાઇડ પાઉડરનો ઉપયોગ થતો હોવાનું પકડી પાડવામાં આવે છે.
આજરોજ માર્કેટ વિસ્તારમાં 47 દુકાનોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં ઈથીલીન ચેમ્બર ધરાવતી ત્રણ દુકાનો પણ સમાવેશ થતો હતો. આ ઈથીલીન ચેમ્બરમાં ફ્રુટ કુત્રિમ રીતે પકવવામાં આવે છે. ફૂડ સેફટી ઓફિસરોએ ચેકિંગ દરમિયાન બગડી જાય તેવા પપૈયા. કિવિ તેમજ ઓરેન્જનો 155 કિલો જથ્થો નાશ કર્યો હતો. જોકે તપાસ દરમિયાન કેલ્શિયમ કાર્બાઇડ પડીકીઓ મળી આવી ન હતી.
from Baroda News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2VaHkz7
No comments:
Post a Comment