
(પ્રતિનિધિ દ્વારા) સુરત, તા. 11 એપ્રિલ 2019, ગુરૂવાર
લોકસભાની ચૂંટણીમાં ઉપયોગમાં લેવાનાર ઇલેકટ્રોનિક વોટીંગ મશીનને મારવામાં આવતા સીલ મહારાષ્ટ્રના નાશિક ખાતેની સિકયોરીટી પ્રેસમાંથી ખાસ છપાવીને લાવવામાં આવ્યા છે. આ તમામ સીલનો હિસાબ બુથ લેવલ ઓફિસરે (બીએલઓ) રાખવાનો રહેશે. અને વધેલા સીલ પરત કરવાના રહેશે.
લોકસભાની ચૂંટણીમાં જે ઇલેકટ્રોનિક વોટીગ મશીન (ઇવીએમ) નો ઉપયોગ થનાર છે. તે ઇવીએમ બેલેટ યુનિટ અને કંટ્રોલ યુનિટ અને વીવીપેટ સાથે જોડાયેલુ છે. ચૂંટણી દરમ્યાન આ ઇવીએમના સીલ મારવાના હોવાથી ચૂંટણી તંત્ર દ્વારા ખાસ નાશિકની સીકયોરીટી પ્રેસમાં તેને છપાવાયા છે. આ સીલમાં કંટ્રોલ અને બેલેટ યુનિટ બન્નેમાં એટેસ્ટેટ સીલ, પીંક પેપર સીલ મારવામાં આવશે. જયારે કંટ્રોલ યુનિટમાં પેપર સીલ, સ્ટ્રીપ સીલ પણ લગાડવામાં આવશે. આ ઉપરાંત મતદાન પહેલા સ્પેશીયલ ટેગ પણ લગાડવામાં આવશે.
આ તમામ સીલ નાશિકથી આવ્યા બાદ મતદાન પહેલા બી.એલ.ઓને આપી દેવામાં આવશે. અને મતદાનના દિવસે જેટલા પણ સીલ ઉપયોગમાં લીધા હશે તે તમામ સીલનો હિસાબ પણ બી.એલ.ઓ.એ રાખવાનો રહેશે. તદ્ઉપરાંત મતદાન પૂર્ણ થયા પછી બાકી રહેલા સીલ ચૂંટણી પંચને પરત કરી દેવાના રહેશે.
from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GhUHbs
No comments:
Post a Comment