
(પ્રતિનિધિ દ્વારા) સુરત, તા. 10 એપ્રિલ 2019, બુધવાર
સુરત, નવસારી અને બારડોલી ત્રણેય લોકસભા બેઠક પરના મતદાન મથક પર ઉપયોગમાં લેવાનાર ઇલેકટ્રોનિક વોટીંગ મશીન તેમજ ૨૫૦૦૦ થી વધુ સ્ટાફને કયા મતદાન મથક પર ફાળવવા તે માટે આજે ચૂંટણી તંત્ર દ્વારા સેકન્ડ રેન્ડમાઇઝેશન કરીને મતદાન મથક નક્કી કરી ફાળવી દેવાયા હતા.
સુરત જિલ્લામાં ત્રણ લોકસભા સુરત, નવસારી અને બારડોલી બેઠકના સમાવેશ થાય છે. આ ત્રણેય બેઠકમાં કુલ ૪૫૩૩ મતદાન મથકો પરથી મતદાનની પ્રકિયા થશે. આ મતદાન મથક એક બેલેટ યુનિટ એક કંટ્રોલ યુનિટ તેમજ એક વીવીપેટ સહિતના ઇવીએમથી મતદાન થશે. એક મતદાન મથક પ્રિસાઇડીંગ ઓફિસર, આસિ.પ્રિસાઇડીંગ ઓફિસર તેમજ પોલીસ સ્ટાફ ફરજ બજાવશે. તમામ મતદાન મથકો પર કુલ ૨૫૦૦૦ થી વધુ સ્ટાફ ફરજ બજાવવાનો છે.
ચૂંટણી તંત્ર દ્વારા પ્રથમ તબક્કાનું રેન્ડમાઇઝેશન કરીને ચૂંટણીમાં ફરજ બજાવનાર સ્ટાફ અને ઇવીએમની વિધાનસભા નક્કી કરી દેવાઇ હતી. આ વિધાનસભા દીઠ ઇવીએમ ફાળવી દેવાયા હતા. ત્યારબાદ આજે બીજા તબક્કાનું રેન્ડમાઇઝેશન હાથ ધરાયુ હતુ. જેમાં ચૂંટણીમાં ફરજ બજાવનાર સ્ટાફ અને ઇવીએમ કયા મતદાન મથક પર જશે તે નક્કી કરી દેવાયુ છે. આમ ચૂંટણી તંત્ર દ્વારા મતદાન મથક પર ફરજ બજાવનાર સ્ટાફ અને ઇવીએમ નક્કી કરી દેવાયા છે.
from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2uUUy7A
No comments:
Post a Comment