
- આગળ અધિકારી ઉભેલા છે, તમે દાગીના ઉતારી દો નહીંતો તમારી સહાય પરત લઇ લેશે એમ કહી ગઠિયા કમાલ કરી ગયા
વાપી, તા. 10 એપ્રિલ 2019, બુધવાર
સેલવાસના કિલવણી વિસ્તારમાં મંગળવારે ચાર ગઠિયાએ વૃધ્ધાને સરકારની સહાય આપવાનું કહી રોકડા રૂ.૨ હજાર અને કપડા ભરેલી થેલી આપી શરીર પર પહેરેલા ૬ તોલા સોનાના ઘરેણાં ઉતરાવી નજર ચૂકવી તફડાવી ગયા હતા.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સેલવાસના કિલવણી ગામે રોહિત સ્ટ્રીટ વિસ્તારમાં રહેતા ડાહીબેન બાવાભાઈ રોહિત (ઉ.વ.૬૮) મંગળવારે બપોરે ઘરેથી બજારમાં જવા નીકળ્યા હતા. દરમિયાન રસ્તામાં ચાર શખ્સોએ તેમને રોકયા હતા. એક શખ્સે સરકાર દ્વારા રૂ.૨ હજાર અને કપડા આપવામાં આવી રહ્યાનું જણાવી વાતોમૌં પોરવ્યા હતા. અને ડાહીબેનને રોકડા રૂ.૨ હજાર અને કપડા ભરેલી થેલી પણ આપી હતી.
બાદમાં એક શખ્સે આગળ અધિકારીઓ ઉભા હોવાથી શરીર પર પહેરેલા ઘરેણા કાઢી નાંખો નહીંતર તમે ગરીબ નથી એમ કહી સહાય પરત લઈ લેશે એમ જણાવી શરીર પર પહેરેલા ૬ તોલા સોનાના દાગીના ઉતરાવી થેલીમાં મુકાવી દીધા હતા. બાદમાં વૃધ્ધાની નજર ચુકવી ગઠિયાઓ દાગીનાવાળી થેલી બદલી પોબારા ભણી ગયા હતા. થોડા સમય બાદ ડાહીબેને થેલીમાં તપાસ કરતા સોનાના ઘરેણાં ગાયબ થયાનું જણાતા ગભરાઈ ગયા હતા. બનાવ અંગે પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે ચાર અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2P2Pszn
No comments:
Post a Comment