ગેરેજ માલિક પાસે તોડ પ્રકરણમાં C.Pને અંધારામાં રાખી તપાસનો આદેશ અપાયેલો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 11 April 2019

ગેરેજ માલિક પાસે તોડ પ્રકરણમાં C.Pને અંધારામાં રાખી તપાસનો આદેશ અપાયેલો


- ઉચ્ચ અધિકારીને જાણ વગર તપાસનો આદેશ કરવા જાણીતા ઉચ્ચ અધિકારીના નિર્ણય બાદ જોકે, કમિશ્નરે પુછતા મંજુરી માટેનો લેટર બાદમાં મોકલ્યો

(પ્રતિનિધિ દ્વારા) સુરત, તા. 10 એપ્રિલ 2019, બુધવાર


એક જ નંબરની લક્ઝરી બસ ચલાવવાના કૌભાંડમાં ગેરેજ માલિક પાસે નાણાંની માંગણી કરનાર સરથાણા પી.આઈ એન.ડી ચૌધરી, પી.એસ.આઇ ગોહિલ, બે કોન્સ્ટેબલ ભગુભાઈ ભરવાડ.ગોપાલ ભરવાડને સસ્પેન્ડ કરાયા બાદ સરથાણા પોલીસ મથકમાં ખંડણી અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધાયો હતો. આ પ્રકરણમાં બસના મૂળ માલિકે કરેલી અરજીના આધારે જે તપાસ સોંપાઇ હતી તેમાં પોલીસ કમિશ્નરની જાણ બહાર જ એક ઉચ્ચ અધિકારીએ મંજૂરી આપી સમગ્ર ખેલ કર્યો હતો અને જ્યારે બનાવ પ્રકાશમાં આવ્યો ત્યારે તપાસની મંજૂરી મેળવવા પોલીસ કમિશનરને લેટર મોકલી દીધો હતો.

સુરતના સરથાણા પોલીસ મથકના પી.આઈ એન.ડી ચૌધરી, પી.એસ.આઇ ગોહિલ, બે કોન્સ્ટેબલ ભગુભાઈ ભરવાડ.ગોપાલ ભરવાડ વિરુદ્ધ એક જ નંબરની લક્ઝરી બસ ચલાવવાના કૌભાંડમાં ગેરેજ માલિક ઈર્શાદ પઠાણ પાસે નાણાંની માંગણી કરવા બદલ સરથાણા પોલીસ મથકમાં ખંડણી અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગત શુક્રવારે ગુનો નોંધાયો હતો. આ પ્રકરણમાં બસના મૂળ માલિકે બેંકમાં બાકી નાણાં ભરતાં બસ પરત સોંપવાની સ્થિતિ સર્જાય ત્યારે સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી. આથી મૂળ માલિકે સરથાણા પોલીસ મથકમાં અરજી કરી હતી અને તે અરજીની તપાસમાં જ ઈર્શાદ પઠાણની ગુનાહિત ભૂમિકા બહાર આવતાં સરથાણા પીઆઇ સહિત ચાર પોલીસ કર્મચારીઓએ લાંચની રકમ માંગી હતી. લાંચની રકમ મળવા બાબતે એસીપી સી કે પટેલે તપાસ કર્યા બાદ ગુનો નોંધાયો હતો.

જોકે, આ પ્રકરણમાં ચોંકાવનારી હકીકત એવી જાણવા મળી છે કે સી કે પટેલને ખાતાકીય તપાસ માટે જે સૂચના આપવામાં આવી હતી તે અંગે પોલીસ કમિશનર સતીષ કુમાર શર્માને જાણ જ ન હતી. મોટા ભાગે આવા કિસ્સાઓમાં જો ઉચ્ચ અધિકારી તેમના તાબા હેઠળના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી વિરુદ્ધ તપાસનો આદેશ કરે તો તે માટે પોલીસ કમિશનરની મંજૂરી લેવી પડે છે. પરંતુ આ પ્રકરણમાં ઉચ્ચ અધિકારીએ પોલીસ કમિશનરને અંધારામાં રાખ્યા હતા અને જાતે જ તપાસનો આદેશ આપી પોતાનું ધાર્યું કરાવ્યું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ પોલીસ કમિશનરને અંધારામાં રાખી પોતાની મનમાની માટે જાણીતા આ અધિકારીએ પોતાના માનીતા અધિકારીઓની મદદથી સમગ્ર ખેલ કરી તપાસ કરાવડાવી હતી.

ઉચ્ચ અધિકારીની વાત નહી માનનારે ભોગવવું પડે છે તેવું જ સરથાણાના કિસ્સામાં થયાની ચર્ચા

સમગ્ર પ્રકરણ પ્રકાશમા આવતા તેની જાણ પોલીસ કમિશનરને થઈ હતી. આથી તેમણે તે ઉચ્ચ અધિકારીને પૂછતાં તે અધિકારીએ પોલીસ કમિશનરને મંજૂરી મેળવવા માટેનો લેટર પાછળથી મોકલી આપ્યો હતો. હકીકત એ હતી કે આ ઉચ્ચ અધિકારીએ તપાસ કરાવ્યા બાદ પોતે ખોટું નથી કર્યું તે દર્શાવવા પોલીસ કમિશનરને લેટર મોકલી મંજૂરી માંગી હતી.

ઉલ્લેખનીય છે કે આ અધિકારી અગાઉ પણ આ રીતે ઘણા પ્રકરણમાં પોલીસ કમિશનરને અંધારામાં રાખી કાર્યવાહી કરી ચૂક્યા છે અને તેમાં તેમના કેટલાક માનીતા અધિકારીઓ પણ સાથ આપી રહ્યા છે. જે પોલીસ કર્મચારી આ ઉચ્ચ અધિકારીની વાત માનતા નથી તેમને છેવટે ભોગવવાનો વારો આવે છે અને ગેરેજ માલિક પાસે લાંચ માંગવાના પ્રકરણમાં પણ કંઈક આવું જ થયું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.



from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2v0e9TQ

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages