વિદેશીઓનું 50નું પ્રતિનિધિમંડળ લૂઝ હીરા ખરીદવા સુરત પહોંચ્યું - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 11 April 2019

વિદેશીઓનું 50નું પ્રતિનિધિમંડળ લૂઝ હીરા ખરીદવા સુરત પહોંચ્યું


(પ્રતિનિધિ દ્વારા) સુરત, તા. 10 એપ્રિલ 2019, બુધવાર

સુરતમાં તૈયાર થતા હીરા મુંબઈ થઇ વિદેશ પહોંચે છે. જોકે, વિદેશના બાયરો હવે સુરતથી લૂઝ ડાયમંડની સીધી ખરીદી કરી શકે તે માટેના પ્રયાસો શરૂ કરાયા છે. ૫૦ જેટલા વિદેશીઓનું એક પ્રતિનિધિ મંડળ છેલ્લા બે દિવસથી હીરાઉદ્યોગમાં ફરી રહ્યું છે. આ પ્રતિનિધિ મંડળે મેન્યુફેક્ચરિંગ એકમો અને હીરાબજારની મુલાકાત લીધી હતી.

 હીરાબજારમાં વૈશ્વિક સ્તરે સૌથી વિશ્વસનીય એવા માટન રેપાપોર્ટે શહેરના હીરાઉદ્યોગકારો સાથે વિદેશી બાયરોની મુલાકાત કરાવી હતી. આ એવા વિદેશી બાયરો છે કે જેવો પોતાની ડાયમંડની જરૂરિયાત મુંબઈ કે અન્ય કેન્દ્રો ઉપરથી પુરી કરતા હોય છે. વિદેશી બાયરોને સુરતથી સીધા લુસ ડાયમંડ મળી શકે તે માટે તેમણે પ્રયત્ન શરુ કર્યા છે અને તેઓ વિદેશીઓને લઈને સુરત આવ્યા છે. આ વિદેશી બાયરોએ છેલ્લા બે દિવસ દરમિયાન જુદા જુદા ડાયમંડ મેન્યુફેક્ચરિંગ એકમો અને હીરાબજારમાં ફરીને વિગતો જાણી હતી.

સુરત ડાયમંડ એસોસિયેશનના પ્રમુખ બાબુ ગુજરાતીએ જણાવ્યું કે આ એક બહુ સારો પ્રયાસ થઈ રહ્યો છે. અમે તેને આવકારીએ છીએ. વિદેશના ગ્રાહકો સીધા સુરત આવીને ખરીદી કરતા થાય તો તેનો લાભ હીરા વેપારીઓ અને ઉદ્યોગકારોને મળશે. વિદેશી પ્રતિનિધિ મંડળ કતારગામ વિસ્તારમાં આવેલા ડાયમન્ડ મેન્યુફેક્ચરિંગ યુનિટની અને હીરાબજારની મુલાકાત લીધી હતી.

  વિદેશી ખરીદદારો સુરત આવીને લૂઝ ડાયમંડની સીધી ખરીદી કરતા થાય તો આવનારા દિવસોમાં તેનો લાભ હીરાઉદ્યોગને મળશે. વિદેશમાંના જ્વેલરી મેન્યુફેક્ચરર્સ કે લૂઝ ડાયમંડના ખરીદદારોની જે કાંઈ જરૂરિયાત છે એ સુરતથી પુરી થતી હોય તો વેપારને એક નવી દિશા મળશે.



from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2P4yzEr

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages