ભુજ, સોમવાર
ભાજપના ઉમેદવારના ફોર્મ ભરવા સમયે હાજરી આપવા આવેલા રાજ્યના મુખ્યમંત્રીના કારણે ભુજની તમામ સરકારી કચેરીઓમાં કોમનમેન માટે નો એન્ટ્રી લાદી દેવાઈ હતી. જેના કારણે ઉઘડતા દિવસે મહત્વના કામ કરવા આવેલા કચ્છીમાડુઓને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. કામ કરવા પ્રવેશ જ ન અપાતા સેંકડો કિલોમીટર કાપીને આવેલા અનેક લોકોને વીલામોઢે ઘેર પરત ફરવું પડયું હતું.
આ અંગે મળતી માહિતી મુજબ કલેકટર કચેરીની મુખ્ય ઓફીસ, બહાર પરીસરમાં આવેલા જનસેવાકેન્દ્ર , તાલુકા પંચાયત સહિતની કચેરીમાં સામાન્ય લોકોની અવરજવર પર રોક લગાવી દેવાઈ હતી. જે લોકો કચેરીમાં હતા તેઓને જ્યાં સુાધી સીએમ જાય નહીં ત્યાં સુાધી બહાર નીકળવા દેવાતા ન હતા. તો કામઆૃર્થે આવતા લોકોને અંદર જવા દેવા પર પોલીસ દંડો પછાડતી હતી. આ સીન વચ્ચે પાછા ભાજપની ટોપી પહેરીને પ્રવેશતા ચોકીદાર કાર્યકરોનું પોલીસ હસતા મોઢે સ્વાગત કરીને કચેરીઓના દરવાજા ખોલી દેતી હતી. જેના કારણે સામાન્ય લોકોમાં ભારે રોષ ઉભો થયો હતો. લોકોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે, સીએમની સુરક્ષાના નામે સામાન્ય લોકોને હેરાન કરવામાં આવી રહ્યા છે, બીજીતરફ કલેકટર કચેરીમાં કેસરી ટોપીને જનારાઓને કોઈ રોકતું નાથી. તો પોલીસ કેવી રીતે અંદાજ લગાવે છે કે કેસરી ટોપી પહેરનારા સીએમની સુરક્ષા માટે હાનિકારક નાથી. વહેલી સવારાથી લઈને ૩ લાગ્યા સુાધી કચેરીઓના એકપણ લોકોના થયા ન હતા. જ્યુબિલીથી તાલુકાપંચાયત રોડ પર પણ વાહનોની અવરજવર પણ પકડ રાખવામાં આવી હતી.આમ, રાજકીય અખાડાના કારણે સામાન્ય લોકોનો ખો નીકળી ગયો હતો.
જ્યુબિલી સર્કલથી એક કિલોમીટર સુધી થયો ટ્રાફિકજામ
પોલીસે સરકારી કચેરીઓને તો બાનમાં લીધી હતી. પરંતુ ભાજપની સીએમ સાથેની રેલીના કારણે જાહેરરોડને પણ બાનમાં લીધા હતા. જ્યુબિલીથી કરીને તાલુકાપંચાયત સુાધી એકતરફનો રસ્તો બંધ કરી દેવાતા સવારાથી લઈને બપોર સુાધી એકાથી દોઢ કિલોમીટર સુાધી લોકો ટ્રાફીકજામમાં ફસાયા હતા. બપોરના એકતરફ સુર્ય આગ ઓકતો હતો બીજીતરફ મોટાબંધ પાસે રસ્તા પર બેરેક આડીમુકીને વાહનોને રોકી દેવાતા લોકોએ ભારે આક્રોશ ઠાલવ્યો હતો. ધોમાધખતા તાપમાં વાહનચાલકો શેકાયા હતા તો બીજીતરફ કલેકટર કચેરી બહાર ભાજપી કાર્યકરો સીએમ સાથે ખુશીઓ મનાવી રહ્યા હતા.
from Bhuj News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TQnS9l
No comments:
Post a Comment