કચ્છમાં ભાજપના ઉમેદવાર ચાવડાએ મુખ્યમંત્રીને સાથે રાખી ફોર્મ ભર્યું - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 2 April 2019

કચ્છમાં ભાજપના ઉમેદવાર ચાવડાએ મુખ્યમંત્રીને સાથે રાખી ફોર્મ ભર્યું

ભુજ, સોમવાર

કચ્છ લોકસભા બેઠક પર ભાજપે બીજી ટર્મ માટે રિપીટ કરેલા ઉમેદવાર વિનોદ ચાવડાએ આજે મુખ્યમંત્રી રૃપાણીને સાથે રાખીને ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. જાહેરસભામાં દાવો કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આ વખતે ત્રણ લાખથી વધુની લીડ સાથે ચાવડા વિજેતા બનશે.

પ્રચારસભા બાદ મેદાનથી કલેક્ટર કચેરી સુધી રોડશો યોજાયો હતો. કલેક્ટર કચેરી ખાતે પહોંચીને ઉમેદવારી પત્ર રજૂ કરવામાં આવ્યું હતું. આ તકે સાંસદે વડાપ્રધાન મોદીના ચહેરાવાળી કોટી પહેરી હતી. જે બાબત લોકોમાં પણ ધ્યાન ખેંચનારી બની રહી હતી. આચારસંહિતા અમલમાં હોવાથી આ વખતે મેદની એકત્ર કરવા સરકારી મશીનરીનો ઉપયોગ થઈ શકે તેમ નહોતો. પરિણામે પદાધિકારીઓને ચોક્કસ લક્ષ્યાંકો આપવામાં આવ્યા હતા. સાથે સાથે લોકોને આકર્ષવા લોકગાયકોને પણ બોલાવવામાં આવ્યા હતા. ઉમેદવારનું ફોર્મ ભરવા માટે કોઈ મુખ્યમંત્રી આવ્યા હોય તેવો કચ્છના ઈતિહાસનો આ પ્રથમ કિસ્સો છે.



from Bhuj News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2YF6cky

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages