કચ્છને વિમાની સેવાથી બાકાત રાખીને જિલ્લાના વિકાસને અવરોધવાના પ્રયાસ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 2 April 2019

કચ્છને વિમાની સેવાથી બાકાત રાખીને જિલ્લાના વિકાસને અવરોધવાના પ્રયાસ

ગાંધીધામ,તા.૧

ઉંચા ટીકીટના ભાવોના કારણે આમ પણ લોકો ત્રાહીમામ પોકારી ઉઠતા હતા તેવી ભુજ-મુંબઈ વચ્ચેની વિમાની સેવા બંધ થતા ગાંધીધામ ચેમ્બરે વિરોધ નોંધાવ્યો છે. આ રૃટ પર ઝડપાથી સેવા ચાલુ કરવાની સાથે દિલ્હીની વાધારાની ફ્લાઈટ શરૃ કરવા માંગ કરી હતી. વિમાની સેવાથી બાકાત રાખીને જિલ્લાના વિકાસન અવરોધવાનો પ્રયત્ન કરાઈ રહ્યો હોવાનો પણ આક્ષેપ કરાયો હતો.

તાજેતરમાં બોઈંગ ૭૩૭ની ક્રેશીંગ ઘટનાએ સમગ્ર દેશ સહિત વિશ્વભરમાં તેની વિપરીત અસર પેદા કરી છે. જેના પરિણામે વિશ્વભરની એરલાઈન્સોએ તાત્કલિક નવી વ્યવસૃથા ઊભી કરી પેસેન્જર ટ્રાફિક લોડ માટે વૈકલ્પિક વિમાનો સાથે સફળતાપૂર્વક નવી ગોઠવણો કરી છે. એ જ રીતે ભારતમાં પણ મોટાભાગની એરલાઈન્સ કંપનીઓ વૈકલ્પિક ગોઠવણો માટે જરૃરી પગલાઓ લેવાના શરૃ કર્યા. જેાથી ટ્રાફિકના લોડને પાર પાડી શકાય. પરંતુ આ વ્યવસૃથામાં કચ્છ જિલ્લાની અવગણના કરવામાં આવતી હોય તેમ લાગે છે. કેમકે ભુજ-મુંબઈ વચ્ચે ચાલતી તમામ વિમાની સેવાઓને રદ કરીને અઠવાડીયામાં માત્ર સોમવારના દિવસે જ વિમાની સેવાને ચાલુ રાખવામાં આવી છે. આ અંગે ગાંધીધામ ચેમ્બર પ્રમુખ દ્વારા સિવીલ એવિએશન મંત્રી તાથા એરપોર્ટ ઓાથોરીટી ઓફ ઈન્ડિયાના ચેરમેનને પત્ર લખીને ભુજ-મુંબઈ વચ્ચે ફરીથી રાબેતા મુજબ ફરીથી દૈનીક વિમાની સેવાને ચાલુ કરવાની વિનંતી કરવામાં આવી છે. જેાથી કચ્છાથી મુંબઈ અને ત્યાંથી દેશના વિવિાધ ભાગોમાં તાથા વિદેશમાં જવા-આવવા માંગતા  મુસાફરોને પડતી મુશ્કેલીમાં રાહત થાય. કચ્છ જિલ્લો મુંબઈ સાથે વેપાર અને વાણીજ્ય સંબંધી ઘણો જુનો નાતો છે. વિદેશમાં સૃથાયી થયેલા કચ્છીઓ, કચ્છમાં આવવા-જવા માટે નિયમીત પણે આ હવાઈ માર્ગનો ઉપયોગ કરે છે. દીન દયાળ પોર્ટ તાથા અન્ય ખાનગી બંદરની શિપીંગ કામગીરી મુંબઈ સાથે સંકળાયેલી છે.  ટીમ્બર, મીઠું, સ્ટીલ, પાવર વગેરે ઉદ્યોગનો વિકાસ થયો છે. જે મુંબઈ સાજે જોડાયેલો છે. કચ્છનો પ્રવાસન ક્ષેત્રે પણ પણ વિકાસ થયો છે. વિશ્વભરમાંથી પ્રવાસીઓ આવવાની સાથે સમયાંતરે ફિલ્મો અને સિરીયલ્સના શૂટીંગ પણ કચ્છમાં થાય છે. જેમાં મુંબઈની વિમાની સેવાની તાતી જરૃરીયાત છે. આ માટે દેશની અન્ય વિમાની કંપનીઓ વચ્ચે પણ આ રૃટ પર સેવા શરૃ કરવાનો અવકાશ છે. તેવામાં એમ માત્ર સેવા પણ બંધ થતા હાલાકી ઉભી થઈ છે. તો કંડલા-ભુજાથી સિાધી દિલ્હીની વિમાની સેવાની પણ જરૃરીયાત છે. હાલના બદલાતા યુગમાં જિલ્લાને પુરતી વિમાની સેવાથી બાકાત રાખી જિલ્લાના વિકાસને અવરોધવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. તેવી લાગણી આમ જનતામાં પ્રવર્તી રહી છે.



from Bhuj News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2YK4jmS

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages