ઉનાળાની શરૃઆત થતા જ રહેણાંક વિસ્તારમા બે મગરો આવતા દોડધામ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 2 April 2019

ઉનાળાની શરૃઆત થતા જ રહેણાંક વિસ્તારમા બે મગરો આવતા દોડધામ

 વડોદરા,તા.૨ એપ્રિલ ૨૦૧૯,મંગળવાર

શહેરમાં ઉનાળાની શરૃઆત થતાં જ કાળઝાળ ગરમીના કારણે વધુ પાણીવાળા જગ્યાએ સ્થળાંતર કરવાનો પ્રયાસ કરી રહેલા બે મગરો રહેણાંક વિસ્તારમાં આવી જતા મગરોને જોઈને લોકોમાં દોડધામ મચી હતી. આ બનાવની જાણ થતા જીવદયા સંસ્થાના કાર્યકરોએ મગરોને પકડીને વનવિભાગના હવાલે કર્યા હતા.

શહેર નજીક હાઈવે પર જાંબુવાથી સુંદરપુરા ગામ તરફ જતા રોડ પર આવેલા એચપી પેટ્રોલપંપના કમ્પાઉન્ડમાં આજે સવારે સાડાદસ વાગે આશરે સાડા ચાર ફૂટનો મગર આવ્યો હતો. મગરને જોઈને પેટ્રોલપંપના કર્મચારીઓ અને વાહનચાલકોમાં ગભરાટ ફેલાતા તેઓમાં દોડધામ મચી હતી. દરમિયાન મગર કમ્પાઉન્ડની વોલ પાસેની ઝાડીઓમાં ઘુસી જતા પેટ્રોલપંપના કર્મચારીઓએ આ અંગેની ગુજરાત પ્રાણીક્રુરતા નિવારણ સંસ્થામાં જાણ કરી હતી.  જાણકારીના પગલે સંસ્થાના કાર્યકરોએ તુરંત ઉક્ત સ્થળે પહોંચીને મગરને ઝડપી પાડયો હતો.

જયારે બીજાબનાવમાં ડભોઈ નજીક થુવાવી ગામના પ્રવેશદ્વાર પાસેના  રોડ પર ગત રાત્રે આશરે ચાર ફૂટ લાંબો મગર આવી ગયો હતો. ગામમાં પ્રથમ વખત આ રીતે રોડ પર મગર આવેલો જોતા ગ્રામજનોમાં પણ દોડધામ મચી હતી. આ બનાવની જાણ થતાં ઉક્ત સંસ્થાના કાર્યકરોએ મગરને કોઈ નુકશાન પહોંચાડે તે અગાઉ ઘટનાસ્થળે દોડી જઈ મગરને પકડીને વનવિભાગના હવાલે કર્યા હતો.

માત્ર બાર કલાકના ગાળામાં બે અલગ-અલગ સ્થળોએ મગર ઝડપાવવાના બનાવ અંગે સંસ્થાના કાર્યરક રાજ ભાવસારે જણાવ્યુ ંહતું કે ઉનાળાની શરૃઆતમાં જ કાળઝાળ ગરમી પડવાની શરૃઆત થઈ છે જેના કારણે નાના જળાશયો તેમજ ઓછા પાણીવાળા સ્થળોએ પાણી સુકાવવાની શરૃઆત થઈ છે. આ સ્થિતિમાં આવા સ્થળોએ વસવાટ કરતા જળચર જીવોની હાલત કફોડી બની રહી છે અને તેથી મગર જવા જીળચર જીવો વધુ પાણી હોય તેવા સ્થળોની શોધમાં સ્થળાંતર કરતા હોઈ તે રહેણાંક વિસ્તારમાં પહોંચી જાય છે. આગામી દિવસોમાં મગર અને સાપ રહેણાંક વિસ્તારોમાં આવવાના બનાવો હજુ પણ વધી શકે છે. મગર કે સાપ રહેણાંક વિસ્તારમાં દેખાય તો તેને પકડવાનો પ્રયાસ કે કોઈ નુકશાન પહોંચાડવાના બદલે તુરંત વનવિભાગ કે જીવદયા સંસ્થામાં જાણ કરવા જણાવ્યું હતું.



from Baroda News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2VgykIQ

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages