વડોદરા: શહેરના બુટલેગરો પર પોલીસનો સપાટો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 2 April 2019

વડોદરા: શહેરના બુટલેગરો પર પોલીસનો સપાટો


વડોદરા, તા. 2 એપ્રિલ 2019 મંગળવાર

શહેરમાં ચૂંટણી દરમિયાન દારૂ સદંતર બંધ કરાવવા માટે પોલીસે ઉપાડેલી ઝુંબેશ મુજબ ગઈરાતે પોલીસે શહેરના નામચીન બુટલેગરો પર સપાટો બોલાવ્યો હતો પરંતુ બુટલેગરોને જાણે ગંધ આવી ગઇ હોય તેમ પોલીસને ધારી સફળતા મળી ન હતી.

પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ શહેરમાં દારૂબંધીનો કડક અમલ કરાવવા માટે પોલીસ કમિશનરે આદેશ આપ્યો છે અને તે મુજબ દારૂના ઉપરાછાપરી કેસો કરવાની ઝુંબેશ ચાલુ રાખવામાં આવી છે. ગઈકાલે રાત્રે ક્રાઇમ બ્રાન્ચની 10 ટીમોએ 20થી 25 બુટલેગરોના અડ્ડાઓ ઉપર છાપામારી કરી હતી. પરંતુ બુટલેગરોને ગંધ આવી ગઇ હોય તેમ માત્ર 95 લિટર જથ્થો પોલીસને હાથ લાગ્યો હતો.

પોલીસે ફુલ 22 પીધેલાઓને ઝડપી પાડયા હતા. જ્યારે 13 બુટલેગરોની સામે કાર્યવાહી કરી હતી. જેમાં 7 મહિલાનો સમાવેશ થાય છે. આ પૈકીના મોટાભાગના બુટલેગરો પાસા હેઠળ જેલ જઈ આવેલા છે.



from Baroda News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2COC2lH

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages