સ્વચ્છ ભારત! ભુજમાં મામલતદાર કચેરીની શોભા વધારી રહેલી ગંદકી - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 2 April 2019

સ્વચ્છ ભારત! ભુજમાં મામલતદાર કચેરીની શોભા વધારી રહેલી ગંદકી

ભુજ, સોમવાર 

ભુજ મામલતદાર કચેરીને વડાપ્રાધાનનું સ્વચ્છતા અભિયાન લાગુ ન પડતું હોય તેવો સિનારીયો હાલે જોવા મળી રહ્યો છે. સરકારે કરોડો રૃપિયા ખર્ચીને આધુનિક સવલતો સાથેની કચેરી અિધકારીઓ અને લોકોને આપી, પરંતુ તેની સાફ-સફાઈ તરફે સરકારી બાબુઓ દ્વારા કોઈ ધ્યાન જ અપાતું ન હોય તેવું ચિત્ર ઉભું થયું છે. સોનાની થાળીમાં લોઢાની મેખ સમાન ગંદકી વર્તાઈ રહી છે.

કચેરીની રૃબરૃ મુલાકાત લેતા બહારના પરીસરાથી લઈને અંદર આવેલા જનસેવા કેન્દ્ર, જાહેરહોલ, લોબી તાથા અન્ય ખુલ્લી જગ્યાઓ પર કચરા તાથા અસ્વચ્છતા ઉડીને આંખે વળગે છે. એસી કચેરીઓમાં બેસતા સરકારી બાબુઓને કચેરીમાં લટાર મારીને સ્વચ્છતાની સમીક્ષા કરવાની દરકાર નાથી તે ફેલાયેલી ગંદકી સાબિત કરે છે. સુત્રોએ જણાવ્યું હતું કે, અિધકારીઓ પોતાની કચેરી સાફ રહે તે પુરતુ ધ્યાન રાખે છે બાકી જ્યાં લોકોની અવરજવર તાથા હાજરી હોય છે તેવી એકપણ જગ્યાએ નિયમિત સફાઈ થતી નાથી. આખા કચેરીની ટાઈલ્સો ધુળાથી ખરડાયેલી હોવાઉપરાંત કચેરીમાં જ્યાં ત્યાં કચરા ઉડેતા નજરે પડે છે. તેમજ કચરા ભરેલા કોથળા કચેરીમાં જ ભરીને રખડતા છોડી દેવાયા છે.મામલતદારને કચેરીની વ્યવસૃથા મુદે દરકાર ન હોય તેવું જણાઈ આવે છે. એક તરફ મોદી આખા દેશમાં સ્વચ્છતા મિશન ચલાવવા કરોડોના ખર્ચે જાગૃતિ અભિયાન  ચલાવે છે , પાલિકા,પંચાયત સહિતની સંસૃથાઓ લાખોનો ખર્ચ કરીને હોડીંગ્સ લગાવી સરકારી યોજનાઓની જાહેરાત કરે છે. બીજીતરફ આખા ભુજ તાલુકાની વહીવટી જવાબદારી સંભાળતી  કચેરીમાં  જ દિવાતળે અંધારુ હોય તેવી સિૃથતી છે. અનેક સરકારી બાબુઓ અહી ંબિરાજમાન હોય છે પરંતુ કોઈની ગંદકી દુર કરવા પેટમાં દુખતું નાથી. ત્યારે સવાલ એ ઉઠે છે કે, આખા કચ્છમાં સફાઈ અભિયાન ચલાવતા કલેકટરે પહેલા ખુદના સરકારી બાબુઓને પોતાની કચેરીમાં  સ્વચ્છતા લાવવાનું શિખવે બાદમાં લોકોને જાગૃત કરવા કામ સોંપે તેવી લાગણી અહી આવતા મુલાકાતીઓમાં પ્રવર્તી રહી છે.

શૌચાલયની પણ અવદશા

 શૌચાલયની વ્યવસૃથા તો કરી દેવાઈ છે પરંતુ તે વ્યવસૃથાના ભાગરૃપે જ થઈ હોય તેવી હાલત તેને જોતા થાય છે. ગંદકીથી ખદબદતા શૌચાલયની સફાઈ જ થતી નાથી, જેના કારણે કચેરીના ગ્રાઉન્ડ ફલોર પર પ્રવેશતા જ આખા પરીસરમાં દુર્ગંધ ફેલાઈ ગઈ છે. જનસેવાકેન્દ્રની બેઠકવ્યવસૃથા સુાધી અત્યંત દુર્ગંધ આવતી હોવાથી કલાકો સુાધી બેસવા મજુબર લોકોની હાલત કફોડી બને છે.  સફાઈના સુત્ર ગામમાં ચિતરાવતા અિધકારીઓ તેને ખરાઆૃર્થમાં સાર્થક કરે તેવી માંગ ઉઠી છે.

જો આમ જ ચાલ્યું તો જૂની કચેરી જેમ નવી કચેરી પણ ગંદકીથી ખરડાઈ જશે 

અગાઉ  જે સૃથળે મામલતદાર કચેરી કાર્યરત હતી તે આખી કચેરી હાલે સફાઈ ન થતી હોવાના કારણે તાથા સરકારના જમાઈસમા અિધકારીઓ દ્વારા સફાઈની કોઈ દરકાર લેવાતી ન હોવાથી ગંદકીથી ખરડાઈ ગઈ છે. માવાની પિચકારીથી દિવાલાથી લઈન શૌચાલય સહિતના સૃથળો ખરાબ થઈ ગયા છે. જો નવી કચેરીમાં પણ ફરજ બજાવતા અિધકારીઓ રસ નહી લે તો તેની હાલત પણ એક વર્ષમાં જ બદાથી બદતર બની જશે. ત્યારે આ કચેરીઓમાં રોજ  સ્વચ્છતા અભિયાન થાય તે જરૃરી છે.

કચેરીની સફાઈના બિલ બને તો કામ કેમ નહી?

મામલતદાર કચેરીની સફાઈના બિલ નિયમિત બનતા હોય છે પરંતુ સફાઈની બાબતે નિયમિતતા જળવાતી નાથી. ત્યારે સફાઈના નામે  થતા ચુકવણાની પણ ઉચ્ચકક્ષાએ તપાસ થવી જોઈએ તેવી માંગણી ઉઠી છે. 



from Bhuj News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TPeyT5

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages