સુરતના ડો.વિપુલના જામીન વિરૃધ્ધ પીડિતાનું સોગંદનામું.. ડોક્ટર ખૂબ પહોંચેલો હોવાથી કેસ ઢીલો પાડી દેશે.. - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 2 April 2019

સુરતના ડો.વિપુલના જામીન વિરૃધ્ધ પીડિતાનું સોગંદનામું.. ડોક્ટર ખૂબ પહોંચેલો હોવાથી કેસ ઢીલો પાડી દેશે..

વડોદરા,તા,1 એપ્રિલ,2019,સોમવાર

સુરતના પીડિયાટ્રિશિયન સામે બળાત્કારની ફરિયાદ નોંધાવનાર પીડિતાએ આજે ડોક્ટરને જામીન આપવા સામે કોર્ટમાં વાંધો ઉઠાવતું સોગંદનામું રજૂ કર્યું હતું.જ્યારે ડોક્ટર તરફે પણ જામીન માટે દલીલો રજૂ કરાઇ હતી.

મુંબઇની પીડિતાએ સુરતની ભગિની હોસ્પિટલના સંચાલક ડો.વિપુલ મિસ્ત્રી સામે મરજી વિરૃધ્ધ શારિરીક સબંધ રાખી અને તેના થકી થયેલા બાળકની જવાબદારી સ્વીકારવાનો ઇનકાર કરી બળાત્કારની ફરિયાદ નોંધાવતા સયાજીગંજ પોલીસે ડોક્ટરની ધરપકડ કરી હતી.

ડોક્ટરે મુકેલી જામીન અરજીની આજે બંને પક્ષે સુરતથી આવેલા વકીલોએ દલીલ કરી હતી.જેમાં પોલીસે ફરિયાદની તપાસ બાકી હોઇ જામીન નામંજૂર કરવા માટે રજૂ કરેલા સોગંદનામાની સાથે પીડિતાએ પણ મહિલા વકીલ મારફતે સોગંદનામું રજૂ કર્યું હતું.જેમાં તેણે ડોક્ટર ખૂબ પહોંચ ધરાવતો હોવાની અને પૈસાના જોરે ડરાવી કેસ ઢીલો પાડે તેવી દહેશત વ્યક્ત કરી સમાજમાં ખોટો મેસેજ ન જાય તે માટે જામીન નામંજૂર કરવા રજૂઆત કરી હતી.

સામે પક્ષે ડોક્ટરના વકીલે છ વર્ષ જૂના બનાવમાં શિક્ષિત પીડિતાએ વારંવાર રૃપિયા લીધા હોવાની અને તેની માંગણી વધતી જતાં પૈસા આપવાનું બંધ કરતાં ફરિયાદ નોંધાવી હોવાની દલીલ કરી ડોક્ટર ભાગી છૂટે તેમ નહીં હોઇ જામીન આપવા રજૂઆત કરી હતી.



from Baroda News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2CNmxdK

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages