વડોદરા,તા.1 એપ્રિલ,2019,સોમવાર
ઉનાળાના પ્રારંભ સાથે દૂધની આવક ઘટતાં વર્ષોની પરંપરા મુજબ બરોડા ડેરીએ દૂધ ઉત્પાદકોને કિલોફેટે રૃા.૨૦નો ભાવ વધારો જાહેર કર્યો છે.
ઘાસચારાની અછતની શરૃઆત થતાં બરોડા ડેરીમાં દૂધની દૈનિક આવક રૃા.૮ લાખ લીટરથી ઘટીને રૃા.૭.૫૦ લાખ લીટર થઇ છે.જેને કારણે દૂધની આવક જળવાઇ રહે તે માટે બરોડા ડેરીએ કિલોફેટે રૃા.૫૮૦નો ભાવ વધારીને રૃા.૬૦૦ના ભાવનો આજથી અમલ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે,થોડા દિવસો પહેલાં જ મહેસાણા ડેરીએ રૃા.૫૫૦ થી ભાવ વધારીને રૃા.૫૭૫ અને પંચમહાલ ડેરીએ રૃા.કિલોફેટે રૃા.૫૮૦ થી વધારીને રૃા.૬૦૦ કર્યો છે.
from Baroda News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2VaHEOl
No comments:
Post a Comment