કચ્છમાં પાણીની તંગી વચ્ચે ૧૯,૩૪ર હેક્ટરમાં ઉનાળુ પાકોનું વાવેતર થયું! - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 11 April 2019

કચ્છમાં પાણીની તંગી વચ્ચે ૧૯,૩૪ર હેક્ટરમાં ઉનાળુ પાકોનું વાવેતર થયું!

ભુજ, બુાધવાર

કચ્છમાં એક તરફ અછતનો કારમો સમય ચાલી રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં પીવાનું પાણી મેળવવું પણ મૂશ્કેલ બન્યું છે. તેવી સિૃથતિ વચ્ચે ખેતીવાડી વિભાગમાં નોંધાયેલા આંકડા અનુસાર કચ્છ જિલ્લામાં ૧૯,૩૪ર હેક્ટરમાં ઉનાળુ પાકનું વાવેતર થયું છે! અલબત, તેમાં સૌથી વધુ ઘાસ-ચારાના વાવેતરનો સમાવેશ થાય છે.

રણ પ્રદેશ ગણાતા કચ્છમાં રાજ્યના અન્ય વિસ્તારોની સરખામણીએ વરસાદ કાયમી માટે ઓછો વરસે છે. વળી જળસંચય ક્ષેત્રે પણ ખાસ કામગીરી થઈ નાથી. પરિણામે ખેતીમાં સૌથી વધુ મદાર ખરીફ સિઝન પર જ હોય છે. પિયતની થોડી સગવડ હોય તો ખેડૂતો બહુ તો રવિ એટલે કે શિયાળુ પાકનું વાવેતર કરતા હોય છે. કચ્છમાં એક સિઝનમાં ત્રણેય પાક લઈ શકાય તેવું બહારના લોોકોને માનવામાં ન આવે! પરંતુ હકીકત કંઈક એવી છે કે, હાલ અછતનું વરસ છે અને સર્વત્ર પાણીનો પોકાર ઉઠી રહ્યો છે, તેવી સિૃથતિ વચ્ચે સરકારી ચોપડે નોંધાયેલા આંકડા અનુસાર કચ્છ જિલ્લામાં ૧૯,૩૪ર હેક્ટરમાં ઉનાળુ પાકોનું વાવેતર થયું છે. ખેતીવાડી વિભાગના સુત્રોના જણાવ્યા અનુસાર કચ્છમાં ચોમાસુ સિઝનમાં સામાન્ય રીતે પોણા પાંચાથી પાંચ લાખ હેક્ટરમાં વાવેતર થાય છે. પણ શિયાળુ અને ઉનાળુ સિઝનમાં એટલું વાવેતર થતું નાથી. જિલ્લામાં ૧૯ હજાર હેક્ટર જેટલો પિયત વિસ્તાર છે. આ વિસ્તારના ખેડૂતોએ શાકભાજી, બાજરી, મગફળી, તલ સહિતનો પાક લીધો છે.

પાક મુજબ વાવેતર

પાકનું નામ વાવેતર(હેક્ટર)

ઘાસ-ચારો ૧ર,૭૦૦

શાકભાજી     ર,૪૦૦

બાજરી ૧,૬૦૦

મગફળી     ૧,પ૦૦

તલ                ૪૦૦

મગ             ૧૦૦

ગમ ગુવાર ૧૦૦

તાલુકા મુજબ વાવેતર

તાલુકો વાવેતર(હેક્ટર)

ભુજ ૪,૪ર૯

માંડવી         ર,૯ર૪

મુંદ્રા ૪૬૦

અંજાર ૪,૭૯પ

ગાંધીધામ ૬૮

ભચાઉ ૧,૮૦૦

રાપર ૧,૬ર૦

નખત્રાણા ર,૧૭૦

અબડાસા ૧,૦૦૯

લખપત ૧૩૦



from Bhuj News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Z3uh4L

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages