મોટી સુડધ્રોની શાળાની જૂની ઈમારત અસામાજિક તત્વોના અડ્ડામાં ફેરવાઈ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 11 April 2019

મોટી સુડધ્રોની શાળાની જૂની ઈમારત અસામાજિક તત્વોના અડ્ડામાં ફેરવાઈ

નલિયા, તા.૧૦

અબડાસા તાલુકાના નલિયા નજીક આવેલા મોટી સુડાધ્રો ગામની પ્રાથમિક શાળાની જૂની ઈમારત હાલ અસામાજિક તત્વોના અડ્ડામાં ફેરવાઈ ગઈ છે. જેને લઈને ભૂકંપ બાદ પુનઃ વસવાટના ભાગરૃપે સંસૃથા દ્વારા શાળાની ઈમારત બનાવવા માટે આપેલું દાન એળે જઈ રહ્યું હોવાની લાગણી ગ્રામજનોએ વ્યક્ત કરી છે.સુડાધ્રો મોટી ગામ ખાતે ભૂકંપ બાદ રોટરીના સહયોગાથી પ્રાથમિક શાળા માટે ચાર રૃમની ભૂકંપપ્રૂફ ઈમારત બનાવવામાં આવી હતી. શાળામાં ધો.૧થી ૮માં ધીમે ધીમે વિદ્યાર્થીઓની વાધી રહેલી સંખ્યાના કારણે સર્વશિક્ષા અભિયાન અંતર્ગત રૃ.૬૩ લાખના ખર્ચે નવી ઈમારત બનાવી આપવામાં આવતા હાલ શાળા ત્યાં ફેરવી નાંખવામાં આવી છે. જેના કારણે ચાર રૃમની જૂની ઈમારત ખાલી પડી છે. અસામાજિક તત્વોએ ખાલી પડેલી ઈમારતના દરવાજાના લોક તોડી લોખંડની જાળી સહિતની વસ્તુઓ ચોરી ગયા છે. શાળાના આચાર્ય અને સમિતિ દ્વારા આ ઈમારતની જાળવણી માટે અગાઉ ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી. ઉપરાંત ગ્રામ પંચાયતને પણ જાણ કરવામાં આવી છે. પરંતુ હજૂ સુાધી કોઈ પગલા લેવાયા નાથી.



from Bhuj News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UdbErD

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages