ઓટોરીક્ષા, ખાટલો, હીરો, પાણીની ટાંકી! કચ્છના ઉમેદવારને મળ્યા ચૂંટણી ચિન્હો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 11 April 2019

ઓટોરીક્ષા, ખાટલો, હીરો, પાણીની ટાંકી! કચ્છના ઉમેદવારને મળ્યા ચૂંટણી ચિન્હો

ભુજ, બુાધવાર

લોકસભાની ચૂંટણીમાં કચ્છ-મોરબી બેઠક પર કુલ ૧૦ ઉમેદવારો મેદાનમાં છે. ત્યારે ચૂંટણી પંચ દ્વારા આજે આ ઉમેદવારોને તેમના ચૂંટણી ચિન્હો ફાળવવામાં આવ્યા છે. આ ચિન્હોના ચિત્રોના આાધારે પણ ઈવીએમમાં મતદારો પોતાની પસંદગીના ઉમેદવારની ઓળખ કરી શકશે.

કચ્છની લોકસભાની અનુ.જાતિ અનામત બેઠક પર કુલ ૧૪ ફોર્મ ભરાયા હતા. જેમાંથી ચાર ઉમેદવારોના ફોર્મ રદ્દ થયા હતા. જ્યારે કોઈ ઉમેદવારે ફોર્મ પરત ન ખેંચતા હવે ૧૦ ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં બાકી રહ્યા છે. આ તમામ ઉમેદવારોને ચૂંટણી પંચ દ્વારા ચિન્હોની ફાળવણી કરવામાં આવી છે. તેના પર નજર કરીએ તો ભાજપના વિનોદ ચાવડાને કમળ અને કોંગ્રેસના નરેશ મહેશ્વરીને હાથ(પંજો) ચૂંટણી ચિન્હ તરીકે ફાળવાયા છે. આવી રીતે જ બસપાના ઉમેદવાર નખત્રાણાના લખુ વાઘેલાને હાિથ પ્રતિક ફાળવવામાં આવ્યું છે. જ્યારે હિન્દુસૃથાન નિર્માણ દળના ઉમેદવાર દોલતપરના પ્રવિણ ચાવડાને પાણીની ટાંકી, ન્યુ ઓલ ઈન્ડિયા કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર ગાંધીધામના ધીરૃ શ્રીમાળીને ઓટો રીક્ષા, બહુજન મૂક્તિ પાર્ટીના ઉમેદવાર રાપરના દેવજી મહેશ્વરીને ખાટલો ચૂંટણીના પ્રતિક તરીકે ફાળવાયા છે.

આ ઉપરાંત રાષ્ટ્રીય પાવર પાર્ટીના ઉમેદવાર ગાંધીધામના બાલુબેન સોંદરવાને કપ અને રકાબી, ગાંધીધામના અપક્ષ ઉમેદવાર બાબુ વાઘેલાને ટ્રેક્ટર ચલાવતો ખેડૂત, અપક્ષ ઉમેદવાર મનિષા મારૃને હીરો અને ખોખરાના અપક્ષ ઉમેદવાર ભીમજી મેઘવાળને એરકંડીશનર ચૂંટણી ચિન્હ તરીકે ફાળવવામાં આવ્યા છે.



from Bhuj News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Ud8LXu

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages