મનપાના નાયબ કમિશ્નરને એક્સ્ટેંશન મામલે ફરિયાદમાં તપાસનો ધમધમાટ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 3 April 2019

મનપાના નાયબ કમિશ્નરને એક્સ્ટેંશન મામલે ફરિયાદમાં તપાસનો ધમધમાટ


ભાવનગર, તા. 02 એપ્રિલ 2019, મંગળવાર

ભાવનગર મહાનગરપાલિકામાં નાયબ કમિશ્નરની નોકરીની મુદ્દત ફરી વધારવાનો ઓર્ડર તાજેતરમાં આપવામાં આવતા એક વકીલે જિલ્લા કલેકટર કચેરીમાં આચારસંહિતા ભંગની લેખીત ફરિયાદ કરી હતી. આ ફરિયાદના આધારે જિલ્લા ચૂંટણી અધિકારીએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે પરંતુ વધુ માહિતી અધિકારીએ આપી ન હતી.

મહાપાલિકાના નાયબ કમિશ્નર જનરલ જે.એ.રાણા આશરે દોઢ વર્ષ પૂર્વે નોકરીમાંથી નિવૃત થઈ ગયા હતા અને નિવૃતી બાદ કમિશ્નરે નીયમ મુજબ તેઓની સત્તાનો ઉપયોગ કરી નાયબ કમિશ્નર રાણાને નોકરીમાં ૬ માસનુ એક્સ્ટેંશન આપ્યુ હતું. ત્યારબાદ સક્ષમ સત્તાની મંજુરી બાદ નોકરીમાં વધુ 1 વર્ષનુ એક્સ્ટેંશન આપવામાં આવ્યુ હતું. તેઓની મુદ્દત ગત તા. 27 માર્ચે પૂર્ણ થતી હતી પરંતુ મહાપાલિકાના કમિશ્નર ગાંધીએ તેઓની નોકરીમાં વધુ ૬ માસનુ એક્સ્ટેંશન આપ્યુ છે. કમિશ્નરે એક્સ્ટેંશનનો ઓર્ડર ગત તા. 8 માર્ચે કર્યો હતો પરંતુ ઓર્ડરની કોપી તેઓએ ગત તા. 27 માર્ચે ઈન્વર્ડ કરાવી હોવાનુ સુત્રોએ જણાવેલ છે.

લોકસભાની ચૂંટણી જાહેર થયા બાદ સરકારી તંત્રમાં બદલી-બઢતી સહિતના નિર્ણય માટે ચૂંટણી પંચની મંજુરી લેવી પડતી હોય છે પરંતુ આ એક્સ્ટેંશન ઓર્ડરમાં ચૂંટણી આચારસંહિતાનો ભંગ થયો છે તેથી તપાસ કરી યોગ્ય પગલા લેવા વકીલ લાકડીયાએ લેખીત ફરિયાદ કરી છે.

આ ફરિયાદના આધારે જિલ્લા ચૂંટણી અધિકારી હર્ષદ પટેલે તપાસ હાથ ધરી છે. મહાપાલિકા પાસેથી ચૂંટણી અધિકારીએ રીપોર્ટ પણ મંગાવ્યો હોવાનુ સુત્રોએ જણાવ્યુ હતું. આ ફરિયાદમાં શુ નિર્ણય આવે છે ? તેની રાહ મહાપાલિકાના અધિકારી-કર્મચારીઓ જોઈ રહ્યા હોવાનુ જાણવા મળેલ છે. આ અંગે જિલ્લા ચૂંટણી અધિકારી પટેલને પુછતા તેઓએ જણાવ્યુ હતુ કે, આચારસંહિતા ભંગ જેવુ જણાય છે અને વધુ તપાસ શરૃ છે. વધુ માહિતી તેઓ ન આપી શકે તેમ તેઓએ જણાવ્યુ હતું. 


from Bhavnagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HV3TVp

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages