મતદાર એક સુધારો કરાવે તો બીજી ભુલ, વોટર્સ કાર્ડમાં છબરડા યથાવત - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 3 April 2019

મતદાર એક સુધારો કરાવે તો બીજી ભુલ, વોટર્સ કાર્ડમાં છબરડા યથાવત


ભાવનગર, તા. 02 એપ્રિલ 2019, મંગળવાર

લોકસભાની સામાન્ય ચૂંટણીની તૈયારીનો ધમધમાટ શરૃ થઈ ગયો છે અને આગામી થોડા દિવસોમાં ચૂંટણી યોજાનાર છે. ચૂંટણી અગાઉ ચૂંટણીકાર્ડમાં સુધારા માટે મતદારયાદી સુધારણા કાર્યક્રમ ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવતો હોય છે પરંતુ તેમ છતાં મતદાર કાર્ડમાં હજુ ઘણી ભૂલો આવતા મતદાતાઓ ત્રાહિમામ પોકારી ઉઠયા છે.

ભાવનગર શહેર અને જિલ્લામાં આગામી લોકસભાની ચૂંટણીમાં અનેક મતદાતાઓ મતદાન કરશે. મતદાનના પગલે તાજેતરમાં નવા મતદાર કાર્ડનુ વિતરણ કરવામાં આવ્યુ હતુ અને મતદારયાદી સુધારણા કાર્યક્રમમાં જે મતદારકાર્ડ સુધારવા માટે આપ્યા હતા તેની પહોંચ બીએલઓએ ઘરે ઘરે પહોંચાડી છે, જે સારી બાબત છે પરંતુ ખાટલે મોટી ખોટ હોય તેમ મતદારકાર્ડમાં અનેક ભૂલો આવતા મતદાતાઓ ત્રાહિમામ પોકારી ઉઠયા છે. કેટલા મતદારકાર્ડમાં રસવાઈ દ્રિઘાઈની ભૂલ છે તો કેટલાક મતદારકાર્ડમાં અટક જ લખેલી આવી ન હોવાનુ મતદારોએ જણાવેલ છે. આ અંગે મતદારોએ ફરિયાદ પણ કરી છે પરંતુ હવે તત્કાલ ભૂલ સુધરે તેવુ જણાતુ નથી.

ચૂંટણી બાદ મતદારયાદી સુધારણા કાર્યક્રમ થશે તેમા ભૂલ સુધરશે તેમ સુત્રોએ જણાવેલ છે. મતદારકાર્ડમાં સુધારા વધારા માટે મતદારોએ ફોર્મ ભર્યુ હોય છે અને સાથે કેટલાક પ્રમાણપત્ર પણ જોડેલા હોય છે પરંતુ ટેડા એન્ટ્રી કરતા કર્મચારીઓના વાંકે મતદારોના ચૂંટણીકાર્ડમાં ભૂલો જોવા મળતી હોય છે ત્યારે જિલ્લા ચૂંટણી અધિકારીએ તત્કાલ તપાસ કરી યોગ્ય પગલા લેવા જરૃરી બની રહે છે. 

બીજીવાર ચૂંટણી ઓળખ કાર્ડ કઢાવવાનો ખર્ચ રૂ. 30 મતદારોને ભોગવવાનો

ચૂંટણી પંચ દ્વારા પ્રથમવાર મતદાતાઓને વોટર્સકાર્ડ વિનામૂલ્યે કાઢી આપવામાં આવે છે પરંતુ ત્યારબાદ કોઈ ભૂલ હોય તો આ ભૂલ સુધારવા માટે મતદારયાદી સુધારણા કાર્યક્રમમાં ફોર્મ ભરવુ પડતુ હોય છે. ફોર્મ ભર્યા બાદ નામ, સરનામા વગેરેમાં સુધારો થતો હોય છે પરંતુ બીજીવાર વોટર્સકાર્ડ કઢાવવા માટે મતદારોએ રૂ. 30 ચૂકવવા પડે છે. ચૂંટણી ઓળખ કાર્ડમાં ભૂલ સુધારવી મતદારોને મોંઘી પડે છે પરંતુ મોટાભાગે ટેડા એન્ટ્રી કર્મચારીઓની ભૂલ કારણે મતદારોને વારંવાર રૂ. 30નો ખર્ચ થતો હોય છે, આવુ ન બને તે માટે ચૂંટણી અધિકારીએ લાલ આંખ કરવી જરૂરી છે. 

લોકસભાની ચૂંટણી બાદ જ હવે સુધારા થશે: જિલ્લા ચૂંટણી અધિકારી

ભાવનગર શહેર અને જિલ્લામાં ઘણા મતદારોના ચૂંટણી ઓળખ કાર્ડમાં ભૂલ હોવાની ફરિયાદ ઉઠવા પામી છે તેથી મતદારો પરેશાન છે. આ અંગે જિલ્લા ચૂંટણી અધિકારી હર્ષદ પટેલને પુછતા તેઓએ જણાવ્યુ હતુ કે, મતદારયાદી સુધારણા કાર્યક્રમમાં મતદારોને તક હોય છે તેમજ ઓનલાઈન પણ જોઈ શકે છે તેથી ચૂંટણીકાર્ડની ભૂલની ખાસ ફરિયાદ નથી. જે મતદારોના વોટર્સકાર્ડમાં ભૂલ હશે તેની સુધારાની કામગીરી હવે લોકસભાની ચૂંટણી બાદ જ થશે.


from Bhavnagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2IcLFhD

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages