અમદાવાદ, તા. 2 એપ્રિલ 2019 મંગળવાર
પાકિસ્તાની ત્રાસવાદીઓએ CRPFના જવાનો પર હુમલો કર્યાની ઘટના બાદ ભારતે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરના બાલાકોટમાં ઘૂસીને એર સ્ટ્રાઈક કરી હતી. જેને પગલે આ મહિનાથી યોજાઈ રહેલી લોકસભાની ચૂંટણીમાં ભાજપ તથા એનડીએને થોડો વધુ ફાયદો થવાની શક્યતાઓ છે.
પ્રથમ તબક્કાના મતદાનને આડે હવે માત્ર નવ દિવસ બાકી છે ત્યારે કયો પક્ષ કેટલી બેઠક જીતશે અને કેન્દ્રમાં કયા પક્ષની સરકાર આવશે તેના પર કરોડો રૂપિયાનો સટ્ટો શરૂ થઈ ગયો છે.
અમદાવાદમાં પણ ચૂંટણી પર સટ્ટો રમનારા હજારો લોકો છે આવા ખેલૈયાઓ જણાવે છે કે એર સ્ટ્રાઈક પહેલા ભાજપ અને એન ડી.એની હાલત ઘણી જ ખરાબ હતી. તે સમયે ભાજપને 180થી 200 બેઠકો મળશે એવું અનુમાન સટ્ટા બજારમાં કરાતું હતું.
તેમજ એનડીએને 240થી 260 બેઠકનું અનુમાન હતું ભાજપ અને એન ડી.એની બેઠક માટે એટલે કે તેની જીત માટે માત્ર દોઢથી 2 રૂપિયાનો ભાવ આવતો હતો, પરંતુ એર સ્ટ્રાઈક બાદ સ્થિતિમાં કેટલોક સુધારો થયો છે.
હવે ભાજપને 230થી 240 બેઠક જ્યારે એનડીએને 280થી 300 બેઠક મળવાની અટકળો સટ્ટા બજારમાં લાગી રહી છે પીઓકેમાં એર સ્ટ્રાઈક પહેલા કોંગ્રેસને 160થી લઈ 190 બેઠકો મળવાની વાત હતી.
કોંગ્રેસની બેઠકો જીતવાની શક્યતા ઉપર સાત રૂપિયાનો ભાવ અપાતો હતો. હવે સીધી બદલાતા ભાવો ગગડયા છે એટલે કે કોંગ્રેસની એક બેઠક ની જીત પર સાતને બદલે દસ રૂપિયાનો ભાવ રહ્યો છે તેમજ કોંગ્રેસને હવે 120થી 140 બેઠકો મળે એવી અટકળો થઈ રહી છે. જોકે કોંગ્રેસ પ્રેરિત યુપીએને કેટલી બેઠકો મળશે તે અંગે હજુ સટ્ટા બજાર મૌન છે.
લોકસભાની ચૂંટણી પર અબજો રૂપિયાનો સટ્ટો રમવામાં દિલ્હી ગુજરાત મુંબઈ અને રાજસ્થાન મુખ્ય રાજ્યો ગણવામાં આવે છે. સટ્ટા બજાર સાથે સંકળાયેલા લોકોનું માનવું છે કે જો કોંગ્રેસ પણ ભાજપની જેમ વડાપ્રધાનપદનો પોતાનો કોઇ ઉમેદવાર જાહેર કરે તો કોંગ્રેસની સ્થિતિ થોડી વધુ સુધરી શકે તેમ છે હજુ મતદાનના દિવસો જેમ આગળ વધશે અને ભાજપ-કોંગ્રેસનો
મેનીફેસ્ટો બહાર આવશે તેમજ પ્રચારમાં કયા મુદ્દાઓનો ઉપયોગ કરવામાં આવે છે. તેને આધારે પણ સટ્ટા બજારના ભાવમાં ફેરફાર થતો રહેશે. એક સામાન્ય માન્યતા એવી છે કે સટ્ટા બજાર હમેશા એડવાન્સ હોય છે.
ભૂતકાળમાં પણ ચૂંટણી અગાઉ સટ્ટા બજારમાં જે પક્ષને વધુ બેઠકો મળશે. તે અંગેનું અનુમાન લગાવ્યું હતું. તે મોટેભાગે સાચું પડયું હતું આથી આગળના એક મહિના પછી સટ્ટા બજારમાં કયા પક્ષને કેટલી બેઠકો મળશે અને કેન્દ્રમાં નવી સરકાર કોની રહેશે. તેનું સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઈ જશે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TOuDbN
No comments:
Post a Comment