વડોદરા,2 એપ્રિલ,2019
વડોદરા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પ્રશાંત પટેલ દ્વારા આજે ઉમેદવારી પત્ર ફોર્મ ભરવામાં આવ્યું હતું જુબેલી બાગ સ્થિત તારકેશ્વર મહાદેવ મંદિર ખાતે દર્શન કરી મંદિરના ઓટલે ફોર્મમાં સહી કરી રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું આ રેલીમાં કોંગ્રેસના અગ્રણી સિદ્ધાર્થ પટેલ તેમજ ઉર્મિલાબેન પટેલ ખાસ હાજર રહ્યા હતા.
વડોદરા લોકસભા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર પ્રશાંત પટેલ દ્વારા આજે ઉમેદવારી ફોર્મ ભરવા માટે 10:00 જ્યુબિલી બાગ ખાતેથી રેલી સ્વરૂપે નીકળી જિલ્લા કલેક્ટર કચેરી સુધી પહોંચવાનું હતું.તારકેશ્વર મહાદેવ મંદિર ખાતે પ્રશાંત પટેલ દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી હતી.ત્યારબાદ સમર્થકો સાથે રેલી યોજી જિલ્લા કલેક્ટર કચેરી તરફ પ્રયાણ કર્યું હતું. 12:39 કલાકે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવાનું હોય ટાવર ચાર રસ્તા બાદ પ્રશાંત પટેલ અને ટેકેદારો દ્વારા બાઇક પર બેસી સમય સાચવવા માટે જિલ્લા કલેકટર કચેરીએ પહોંચી પોતાનું નામાંકન ભર્યુ હતું.આ રેલીમાં કોંગ્રેસના અગ્રણી સિદ્ધાર્થ પટેલ તેમજ ઉર્મિલાબેન પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.મોટી સંખ્યામાં કોંગ્રેસના ટેકેદારો સાથે NSUI વિદ્યાર્થીઓ પણ રેલીમાં જોડાયા હતા.
from Baroda News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2uEWLE5
No comments:
Post a Comment