વડોદરા,02 એપ્રિલ,2019
વડોદરા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પ્રશાંત પટેલ દ્વારા આજે જુબેલી બાગ તડકેશ્વર મહાદેવ મંદિર ખાતે પૂજા કરી રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું તે દરમિયાન તેઓએ ભાજપના રાજ્યકક્ષાના મંત્રી ના પત્ની પાસે વિજય થવા આશીર્વાદ મળ્યા હતા જેઓએ પ્રશાંત પટેલ આશીર્વાદ આપ્યા હતા.
સ્પર્ધાત્મક રાજકારણ વચ્ચે વડીલોનું સન્માન કરવું અને તેઓ પાસે આશીર્વાદ કેવી રીતે મેળવવા તે આજે પ્રશાંત પટેલ એ સાબિત કરી બતાવ્યું. વડોદરા શહેર ભાજપના પીઢ રાજકારણી અને રાજ્યકક્ષાના મંત્રી યોગેશભાઈ પટેલ ના પત્ની સરોજબેન પટેલ આજે અમદાવાદી પોળ પાસે આવેલા મહાદેવ મંદિરે ઉભા હતા. પ્રશાંત પટેલની રેલી નો કાફલો અમદાવાદી પોળ પાસે પહોંચ્યો ત્યારે સરોજબેન પર નજર પડતાં જ તેઓ આશીર્વાદ લેવા માટે આવી પહોંચ્યા. પ્રશાંત પટેલ સરોજ બહેન ના પગે લાગી વિજય થવા માટે આશીર્વાદ આપવા જણાવ્યું.જ્યારે ધારાસભ્ય યોગેશ પટેલના પત્નીએ પણ પ્રશાંત પટેલ ને વિજય થવા માટે આશીર્વાદ આપ્યા.ખુબ આગળ વધો અને ખૂબ પ્રગતિ કરો તેવા શબ્દો કહી પ્રશાંત પટેલે આશીર્વાદ પાઠવ્યા.રાજકારણના મતભેદ ને ભુલાવી એક વડીલ નું સન્માન કેવી રીતે કરવું તે આજે પ્રશાંત પટેલે અન્ય રાજકારણીઓ ને શીખવાડ્યું છે. કેટલાક રાજકારણીઓ તો હોદ્દામાં નાના મોટા નું ભાન ભૂલી જતા હોય છે પોતાને મળેલી સફળતા અને ઊંચા હોદ્દા ને લઇ અભિમાની થઇ જતા હોય છે જ્યારે પ્રશાંત પટેલ જેવા સરળ ઉમેદવારે વડીલોનો આદર કેવી રીતે કરવું જોઈએ તે આજે અન્ય રાજકારણીઓને શીખવાડયું છે.
from Baroda News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WFb2wh
No comments:
Post a Comment