કરજણના ગુનામાં સંડોવાયેલા આરોપીને પોલીસે ૧૬ વર્ષે પકડયો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 3 April 2019

કરજણના ગુનામાં સંડોવાયેલા આરોપીને પોલીસે ૧૬ વર્ષે પકડયો

 વડોદરા,તા.2 એપ્રીલ, મંગવાર

કરજણ પોલીસ સ્ટેશનના પશુ અત્યાચારના ગુનામાં સંડોવાયેલા આરોપીની ૧૬ વર્ષે જિલ્લા પોલીસે ધરપકડ કરી છે.

રાજસ્થાનના ટાંક શહેરમાં ગાંધીપાર્ક ખાતે રહેતા બ્રીજમોહન છત્તરમલ ખટીક સામે વર્ષ-૨૦૦૩માં પશુ સંરક્ષણ અધિનિયમ હેઠળનો કેસ કરજણ પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો જો કે લાંબા સમયથી તે વોન્ટેડ હતો. દરમિયાન  ફરાર આરોપીઓની ધરપકડના લિસ્ટમાં બ્રીજમોહનનું નામ આવતા જિલ્લા પેરોલ ફર્લો સ્કોડે આખરે કાર્યવાહી શરૃ કરી હતી અને ટાંક ખાતે એક ટીમે પહોંચીને બ્રીજમોહનને ઝડપી પાડી કરજણ પોલીસ સ્ટેશનના હવાલે કરી દીધો છે.

આ ઉપરાંત કરજણ પોલીસ સ્ટેશનનાં જ દારૃના ગુનામાં છેલ્લા બે વર્ષથી વોન્ટેડ આરોપી દિલીપસીંગ કુંવરસીંગ રાવત (રહે.નાની બલોલા, રાવત ફળીયું, જામ્બુઆ, મધ્યપ્રદેશ)ને કરજણ ધાવટ ચોકડી પાસેથી પેરોલ ફર્લો સ્કોડે ઝડપી પાડયો હતો.



from Baroda News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WKFyVH

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages