
(પ્રતિનિધિ દ્વારા) સુરત, તા. 10 એપ્રિલ 2019 બુધવાર
વેસુમાં ગત સાંજે કમરના દુખાવાની કસરત કરવા જતાં વૃદ્ધાના ગળામાંથી મોટરસાયકલ ઉપર આવેલા બે અજાણ્યા રૂ. 48,000ની કિંમતની હીરાજડિત પેન્ડલ વાળી સોનાની ચેઇન તોડી ફરાર થઈ ગયા હતા.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ વેસુ વીઆઈપી રોડ ક્રિસ્ટલ એપાર્ટમેન્ટ ફ્લેટ નં. 201માં રહેતા ૬૫ વર્ષીય મહીબેન ડાહ્યાલાલ જોગાની ગત સાંજે સાડા ચાર વાગ્યાના અરસામાં પોતાના ઘરેથી એકલા નંદિની 2ની સામે શોપિંગ સેન્ટરમાં ભોંયતળિયે આવેલા ફિઝિયોથેરાપી સેન્ટરમાં કમરના દુખાવાની કસરત કરવા માટે નીકળ્યા હતા.
મહીબેન નંદિની 2 એપાર્ટમેન્ટની સામે પહોંચ્યા તે સમયે એક મોટરસાયકલ પર બે અજાણ્યા પાછળથી આવ્યા હતા અને તેમના ગળામાંથી રૂ. 48,000ની કિંમતની હીરાજડિત સોનાના પેન્ડલ વાળી ત્રણ તોલાની સોનાની ચેઇન તોડી ફરાર થઈ ગયા હતા. મહીબેને મદદ માટે બૂમો પાડી તે સમયે નજીકમાંથી સમોસાની લારીવાળો દોડી આવ્યો હતો પરંતુ અછોડાતોડો ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા.
ગભરાયેલા મહીબેન પોતાની સોસાયટીમાં પરત ફર્યા હતા અને વોચમેનની મદદથી પુત્રને જાણ કર્યા બાદ બનાવ અંગે ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. વધુ તપાસ પીએસઆઇ બી.બી ગોંડલીયા કરી રહ્યા છે.
from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2uWDm1o
No comments:
Post a Comment